Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

છેલ્લા એક વર્ષથી છેતરપિંડીના ફરાર આરોપીને સુરત શહેર ઇકો સેલે ઝડપી પાડી જેલ ભેગા કર્યો

વિશ્વભરમાં સુરતની એક ઓળખ કાપડ ઉગ્યોગ તરીકે પણ જાણીતી છે.છતાં કાપડ માર્કેટ માં છેતરપીંડીની ઘટના ઓ તો જાણે અટકવાનું નામ નથી લઈ રહી. સુરત ટેક્સટાઇલ સીટી કહેવામાં આવે છે.ત્યારે કાપડ વેપારીઓ સાથે છેતરપિંડીની વધુ એક ઘટના નોંધાતા પોલીસ કામે લાગી છે. અવારનવાર સામે આવતી છેતપીંડી થી હવે સુરત ના કાપડ વેપારીઓ પણ અકળાયા છે.સુરત શહેરમાં ટેક્સટાઇલ માર્કેટના અલગ અલગ કાપડ વેપારીઓ સાથેથી 36 લાખ àª
છેલ્લા એક વર્ષથી છેતરપિંડીના ફરાર આરોપીને સુરત શહેર ઇકો સેલે ઝડપી પાડી જેલ ભેગા કર્યો
વિશ્વભરમાં સુરતની એક ઓળખ કાપડ ઉગ્યોગ તરીકે પણ જાણીતી છે.છતાં કાપડ માર્કેટ માં છેતરપીંડીની ઘટના ઓ તો જાણે અટકવાનું નામ નથી લઈ રહી. સુરત ટેક્સટાઇલ સીટી કહેવામાં આવે છે.ત્યારે કાપડ વેપારીઓ સાથે છેતરપિંડીની વધુ એક ઘટના નોંધાતા પોલીસ કામે લાગી છે. અવારનવાર સામે આવતી છેતપીંડી થી હવે સુરત ના કાપડ વેપારીઓ પણ અકળાયા છે.સુરત શહેરમાં ટેક્સટાઇલ માર્કેટના અલગ અલગ કાપડ વેપારીઓ સાથેથી 36 લાખ થી વધુની છેતરપિંડી કરનારા ગુનેગારોને સુરત શહેર ઇકો સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
સુરત એક ટેક્સટાઈલ હબ તરીકે જાણીતું શહેર 
સુરત એક ટેક્સટાઈલ હબ તરીકે જાણીતું શહેર છે. જેને મીની ભારત પણ કહેવામાં આવે છે.સુરતમા કાપડ ઉદ્યોગમાં વિશ્વાસ ઉપર અનેક વાર આર્થિક લેવડ દેવડ થતી હોય છે.જેમાં વિશ્વાસમાં લઈ વેપારીઓ સાથે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરી ખોટા અને બનાવટી નામો ઉભા કરી કાપડ માર્કેટમાંથી મોટી રકમનુ કાપડ ખરીદી પેઢી બંધ કરી નાણાકીય લાભ મેળવતા હોવાની ઘટનાઓ સામે આવે છે.

રફુચક્કર થઈ જતી ગેંગ પોલીસના હાથે ઝડપાઇ 
વધુ એક છેતરપિંડી ફરિયાદ સુરતના ઈકો સેલના ચોપડે નોંધાઈ છે.ખોટું નામ આપી અમદાવાદ થી સુરતના વેપારીઓ સાથે છેતરપિંડી કરી રફુચક્કર થઈ જતી ગેંગ પોલીસના હાથે ઝડપાઇ છે.પોલીસ દ્વારા છેતરતી કરતી ગેંગનો પર્દાફાશ કરી જેલ ભેગા કરાયા છે..
એક વર્ષ પહેલા  કાપડની ખરીદી કરીને ઠગાઈની ઘટનાને અંજામ આપ્યો હતો
સુરતના કાપડ માર્કેટમાં દિવસેને દિવસે છેતરપિંડીની ઘટના ઓમા વધારો થઈ રહ્યો છે, લેભાગુ કાપડ વેપારીઓ વિરૂદ્ધ ફરિયાદ ઉઠી રહી છે ત્યારે વધુ એક મામલો પ્રકાશમા આવ્યો છે.આ અંગે એસીપી વિર્જિત સિંહ પરમારે જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા લાખો રૂપિયાના કાપડની ખરીદી કરીને ઠગાઈની ઘટનાને અંજામ આપ્યો હોવાની ફરિયાદ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઇ હતી જેથી ફરિયાદને ધ્યાને રાખી સુરત પોલીસે ઠગાઈ કરનાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન પોલીસને આરોપી ઓને પકડવામાં સફળતા મળી છે.આરોપી વિજય ઉર્ફે શ્યામ મખીજા મનોહરલાલ જોસ્મેલ તલરેજા અને લક્ષ્મણ ગોપાલદાસ કોડવાણીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી..બન્ને આરોપી એક બીજા ના મેળા પીપણા થી કાપડ વેપારીઓને વિશ્વાસમાં લઈ મોટી રકમનું કાપડ મંગાવી પેમેન્ટ નહીં આપી છેતરપીંડી આચરતા હતા.
લિસ્ટ આધારે સુરત ઇકો સેલ દ્વારા આ બંને આરોપીઓ ઝડપી પડાયા છે
છેતપીંડી કરનાર આરોપી ઓની લિસ્ટ તૈયાર કરાઈ છે લિસ્ટ આધારે સુરત ઇકો સેલ દ્વારા આ બંને આરોપીઓ ઝડપી પડાયા છે.હાલ પકડાયેલ બને આરોપી વિજય ઉર્ફે શ્યામ મખીજા તથા લક્ષ્મણ ગોપાલદાસ કોડવાણી ભેગા મળી સુરતના વેપારીઓને છેતરવા માટે પૂર્વ આયોજિત કાવતરૂ રચી આરોપી લક્ષ્મણ કોડવાણી ડમી સીમકાર્ડ મેળવી આરોપી વિજય ઉર્ફ શ્યામ મખીજાને આપી છેતરતા હતા, સુરતના વેપારીઓને પોતે શ્યામ મખીજા છે અને શ્રી શ્યામ એજન્સીના માલીક છે,પોતે શાહીબાગ સફલ-૧૧ મા વેપાર ધંધો કરે છે અને પોતાના રેફરન્સમાં આરોપી લક્ષ્મણ પાસે રહેલ ફોન નંબરો બીજા વેપારીઓના હોવાનું જણાવી વેપારીઓને વિશ્વાસમાં લેતા અને વેપારીઓ ખાતરી કરવા ફોન કરતા તો આરોપી લક્ષ્મણ પોતે વેપારી બોલતો હોવાનુ સુરતના વેપારીઓને જણાવી શ્યામ મખીજા બહુજ સારા વેપારી હોવાનો અભિપ્રાય આપી બન્ને આરોપીઓ એક બીજાના મેળા પીપણાથી સુરતના વેપારીઓ પાસેથી સાડીઓના પાર્સલો અમદાવાદ ખાતે મંગાવી તે પાર્સલો લોડીંગ ટેમ્પો ચાલક મારફતે ટ્રાવેલ્સમાંથી છોડાવી માલ છોડાવનાર ટેમ્પો ચાલક પાસેથી માલ અધ વચ્ચે બીજા ટેમ્પોમાં ભરી લઇ જઇ અમદાવાદ તથા મેરઠના વેપારીઓને સસ્તા ભાવે વેચાણ કરી દેતા હોવાનો પોલીસે પ્રદફાસ્ટ કર્યો છે. 
પોલીસ બને આરોપીઓની ધરપકડ  કરી  5 દિવસના રિમાન્ડ પર
હાલ પોલીસે બને આરોપીઓની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવી આરોપીઓ વિરુદ્ધ ફરીયાદી સિવાય અન્ય કેટલાક ભોગબનનારા ઓને છેતર્યા છે અને માલ ના નાણા ક્યા રાખેલ છે.તે દિશામાં ઉંડાણ પૂર્વકની વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.