Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુપ્રીમ કોર્ટ: અપરિણીત મહિલાઓને પણ MTP એક્ટ હેઠળ સુરક્ષિત ગર્ભપાત કરવાનો અધિકાર છે

મેડીકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ(MTP ACT)  હેઠળ પરિણીત મહિલા દ્વારા બળજબરીથી ગર્ભાવસ્થાને બળાત્કાર તરીકે ગણવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે( Suprem court) ગુરુવારે એક કેસની સુનાવણી દરમિયાન આમહત્ત્વપૂર્ણ વાત ટીપ્પણી કરી હતી. મહિલાઓને મળતા અધિકાર માટે આ એક મહત્વપૂર્ણ ટિપ્પણી છે.  વર્ષોથી ચાલતી સામાજીક પરિસ્થિતિ સામે આજો સુપ્રીમ કોર્ટે સ્ત્રીઓને તેમના પોતાના શરીર પરના હકનો અધિકારને વિસ્àª
08:09 AM Sep 29, 2022 IST | Vipul Pandya
મેડીકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ(MTP ACT)  હેઠળ પરિણીત મહિલા દ્વારા બળજબરીથી ગર્ભાવસ્થાને બળાત્કાર તરીકે ગણવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે( Suprem court) ગુરુવારે એક કેસની સુનાવણી દરમિયાન આમહત્ત્વપૂર્ણ વાત ટીપ્પણી કરી હતી. મહિલાઓને મળતા અધિકાર માટે આ એક મહત્વપૂર્ણ ટિપ્પણી છે.  વર્ષોથી ચાલતી સામાજીક પરિસ્થિતિ સામે આજો સુપ્રીમ કોર્ટે સ્ત્રીઓને તેમના પોતાના શરીર પરના હકનો અધિકારને વિસ્તૃત રુપે વ્યાખ્યાયિત કર્યો છે.

MTP એક્ટ હેઠળ અપરિણીત મહિલાઓને પણ છે ગર્ભપાતનો અધિકાર, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારતમાં અપરિણીત મહિલાઓને પણ MTP એક્ટ હેઠળ ગર્ભપાત કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (એમટીપી) એક્ટમાંથી અપરિણીત મહિલાઓને બાકાત રાખવાનું ગેરબંધારણીય છે, જે પરિણીત અને અપરિણીત મહિલાઓ વચ્ચેના ગર્ભપાતના અધિકારનો બાધિત કરે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારતમાં અપરિણીત મહિલાઓને પણ MTP એક્ટ હેઠળ ગર્ભપાત કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે અમ પણ  કહ્યું છે કે ભારતમાં તમામ મહિલાઓને પસંદગી કરવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું છે કે ભારતમાં અપરિણીત મહિલાઓને પણ MTP એક્ટ હેઠળ સુરક્ષિત ગર્ભપાત કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો અર્થ એ છે કે હવે અપરિણીત મહિલાઓને પણ 24 અઠવાડિયા સુધીનો ગર્ભપાત કરવાનો અધિકાર મળી ગયો છે. SC એ મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી રૂલ્સના નિયમ 3-Bને  વિસ્તૃત વ્યાખ્યાિત કર્યો છે. તમને જણાવી દઈએ કે સામાન્ય કેસમાં 20 અઠવાડિયાથી વધુ અને 24 અઠવાડિયાથી ઓછા સમયના ગર્ભપાતનો અધિકાર અત્યાર સુધી માત્ર પરિણીત મહિલાઓને જ હતો.
Tags :
Next Article