Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હીના જહાંગીરપુરી ડિમોલીશન કેસમાં સુપ્રીમ કોર્ટનો સ્ટે યથાવત

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં ઉત્તર દિલ્હી મહાનગરપાલિકા દ્વારા દબાણો પર કરાયેલી કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઇ હતી. સુનાવણીમાં કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ દબાણ તોડવાની કાર્યવાહી પર અપાયેલો સ્ટે યથાવત રાખ્યો છે. કોર્ટ આ મુદ્દે 2 સપ્તાહ પછી સુનાવણી કરશે. કોર્ટે તમામ પક્ષોને જવાબ રજૂ કરવા પણ જણાવ્યું છે. અરજીકર્તા તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેàª
દિલ્હીના જહાંગીરપુરી ડિમોલીશન કેસમાં સુપ્રીમ કોર્ટનો સ્ટે યથાવત
દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં ઉત્તર દિલ્હી મહાનગરપાલિકા દ્વારા દબાણો પર કરાયેલી કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઇ હતી. સુનાવણીમાં કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ દબાણ તોડવાની કાર્યવાહી પર અપાયેલો સ્ટે યથાવત રાખ્યો છે. કોર્ટ આ મુદ્દે 2 સપ્તાહ પછી સુનાવણી કરશે. કોર્ટે તમામ પક્ષોને જવાબ રજૂ કરવા પણ જણાવ્યું છે. 
અરજીકર્તા તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા વકીલ કપિલ સિબ્બલની માગ પર કોર્ટે કહ્યું કે દેશભરમાં બુલડોઝરની કાર્યવાહી સામે રોક લગાવી નહી શકાય. જો કે કોર્ટે જહાંગીરપુરીમાં પાલિકાની કાર્યવાહી સામે સ્ટે જરુર આપ્યો છે. જમિયતે ઉલેમા એ હિંદની તરફથી હાજર રહેલા વકિલ કપિલ સિબ્બલે કહ્યું કે દબાણને મુદ્દો બનાવામાં આવી રહ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે દેશભમાં આ પ્રકારની કાર્યવાહી પર રોક લાગવી જોઇએ. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે દેશભરમાં તોડફોડની કાર્યવાહી પર રોક લગાવી શકીએ નહી. સિબ્બલે કહ્યું કે આ પ્રકારે બુલડોઝરના ઉપયોગ પર રોક લાગવી જોઇએ. કોર્ટે કહ્યું કે તોડફોડ તો હંમેશા બુલડોઝરથી જ થાય છે. કપિલ સિબ્બલે કહ્યું કે આ પ્રકારની કાર્યવાહી સામે પહેલાં નોટિસ આપી જોઇએ કે તમે દબાણ હટાવો નહીંતર અમે હટાવી લઇશું
જહાંગીરપુરી સુનાવણી વખતે અરજીકર્તાના વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે આ રાષ્ટ્રીય મહત્વનો મુદ્દો છે. અગાઉ પહેલા તોફાનો પછી આ પ્રકારની કાર્યવાહી થઇ નથી અને એક સમુદાયને નિશાન બનાવાઇ રહ્યો છે. તેમણે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યો હતો અને કોર્ટને કહ્યું કે  એફઆઇઆર મુજબ વગર મંજૂરીએ સરઘસ કઢાયુ હતું. જો કે સુપ્રીમ કોર્ટે આ મુદ્દો નહી હોવાનું જણાવતાં દુષ્યંત દવેએ કહ્યું કે  બંને વાતો અરસ પરસ જોડાયેલી છે. તેમણે કહ્યું કે વગર મંજુરીએ સરઘસ કઢાયુ હતું અને ત્યાર બાદ તોફાન થયા હતા. ત્યાર બાદ પોલીસે ખાસ સમુદાયના લોકોને આરોપી બનાવ્યા છે અને ત્યારબાદ એમસીડીએ કાર્યવાહી કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે દિલ્હીમાં 1731 અનઅધિકૃત કોલોની છે
જેમાં અંદાજે 50 લાખ લોકો રહે છે. પણ એક જ કોલોનીને નિશાન બનાવાઇ છે.  
સુનાવણીમાં સોલિસિટર જનરલે કહ્યું કે અમે જહાંગીરપુરીમાંથી દબાણો હટાવવા ઇચ્છીએ છીએ. જેથી રસ્તો ખુલ્લો થાય. આ અભિયાન જાન્યુઆરીમાં શરુ કરાયું હતું. ત્યારબાદ ફેબ્રુઆરી અને માર્ચમાં કાર્યવાહી કરાઇ હતી. 19 એપ્રીલે ફરી કાર્યવાહી થવાની હતી, દબાણ અને કચરોસાફ કરતા હતા ત્યારે આ બધું થયું હતું. કેટલીક બિલ્ડીંગો ગેરકાનૂની છે અને રસ્તા પર બની છે. તેમને નોટિસ આપવામાં આવી છે. તેમણે કહ્યું કેએમપીના ખરગોનમાં મુસ્લીમો કરતાં વધુ હિન્દુઓના ઘર તોડી પડાયા હતા. 
દેશભરમાં તોડફોડની સામે કરાયેલી અરજી અંગે કોર્ટે કેન્દ્ર અને રાજયો પાસે જવાબ માંગ્યા છે. સાથે જ કોર્ટે અરજીકર્તાને પણ સોગંદનામુ રજૂ કરવાનું કહ્યું છે. આ મામલે બે સપ્તાહ બાદ સુનાવણી થશે. 
Advertisement
Tags :
Advertisement

.