Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટની રાહત, જાણો હવે શું કરશે

વિધાનસભાની ચૂંટણી અગાઉ જ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો છે. સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની 2 વર્ષની સજા પર સ્ટે આપ્યો છે અને હાર્દિક પટેલને ચૂંટણી લડવા પર મંજુરી પણ આપી છે. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ માટે ચૂંટણી અગાઉ સારા સમાચાર આવ્યા છે. વિસનગરમાં તોડફોડ કેસમાં હાર્દિક પટેલને સજા સંભળાવવામાં આવી હતી અને હાર્દિક પટેલે 2019માં ચૂંટણી લડવા માટે મંજà«
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટની રાહત  જાણો હવે શું કરશે
વિધાનસભાની ચૂંટણી અગાઉ જ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો છે. સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની 2 વર્ષની સજા પર સ્ટે આપ્યો છે અને હાર્દિક પટેલને ચૂંટણી લડવા પર મંજુરી પણ આપી છે. 
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ માટે ચૂંટણી અગાઉ સારા સમાચાર આવ્યા છે. વિસનગરમાં તોડફોડ કેસમાં હાર્દિક પટેલને સજા સંભળાવવામાં આવી હતી અને હાર્દિક પટેલે 2019માં ચૂંટણી લડવા માટે મંજુરી માંગી હતી અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે સુનાવણી કરીને હાર્દિક પટેલને ચૂંટણી લડવા મંજુરી આપી દીધી હતી અને હવે હાર્દિક પટેલ ચૂંટણી લડી શકશે. 
પ્રાપ્ત માહિતી મુજબ સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા તોફાનો અને આગચંપીના બનાવોમાં અપીલો પર નિર્ણય ના આવે ત્યાં સુધી હાર્દિક પટેલની સજા પર સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સબંધીત હાઇકોર્ટે સ્ટે આપવો જોઇતો હતો. 
Advertisement

વિધાનસભાની ચૂંટણીનું આ વર્ષ છે ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ માટે આ મહત્વના સારા સમાચાર કહી શકાય તેમ છે. ભાજપ અને આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ શરુ કરી દેવાઇ છે ત્યારે હાર્દિકને ચૂંટણી લડવામાં મંજુરી મળતાં કોંગ્રેસ પક્ષને ફાયદો થઇ શકે છે. હાર્દિકને તોફાનોના કેસમાં સજા થઇ હતી અને સુપ્રીમની સુનાવણીમાં હાર્દિકને વચગાળાની રાહત મળી છે. 
Tags :
Advertisement

.