Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NEET-PG 2022ની પરીક્ષાને મોકૂફ રાખવાની માગની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, 21 મેના યોજાશે પરીક્ષા

સુપ્રીમ કોર્ટે અનુસ્નાતક તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-PG 2022)ને મોકૂફ રાખવાની માગ કરતી અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને સૂર્યકાંતની બેન્ચે શુક્રવારે સુનાવણી દરમિયાન 21 મેના રોજ યોજાનારી NEET PG પરીક્ષા 2022ને મોકૂફ રાખવાની માંગને ફગાવી દીધી હતી.NEET PGની પરીક્ષા 21 મેના રોજ યોજાશે બેન્ચે કહ્યું કે આ હિતોના સંઘર્ષનો મામલો છે. લાખો લો
neet pg 2022ની પરીક્ષાને મોકૂફ રાખવાની માગની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી  21 મેના યોજાશે પરીક્ષા
સુપ્રીમ કોર્ટે અનુસ્નાતક તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-PG 2022)ને મોકૂફ રાખવાની માગ કરતી અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને સૂર્યકાંતની બેન્ચે શુક્રવારે સુનાવણી દરમિયાન 21 મેના રોજ યોજાનારી NEET PG પરીક્ષા 2022ને મોકૂફ રાખવાની માંગને ફગાવી દીધી હતી.
NEET PGની પરીક્ષા 21 મેના રોજ યોજાશે 
બેન્ચે કહ્યું કે આ હિતોના સંઘર્ષનો મામલો છે. લાખો લોકો પર તેમની અસર પડશે. પરીક્ષા મુલતવી રાખવાથી અભ્યાસક્રમમાં સમસ્યા થશે અને નિવાસી ડોકટરોની અછત સર્જાશે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને સૂર્યકાંતની બેન્ચે કહ્યું કે તે પરીક્ષાને મુલતવી રાખવાના નિર્દેશો જાહેર કરી શકે નહીં. જેના કારણે લાખો ઉમેદવારો જેમણે રજીસ્ટ્રેશન કર્યું છે અને તેની તૈયારી કરી છે તેમને મુશ્કેલી પડશે. NEET PGની પરીક્ષા 21 મેના રોજ જ લેવામાં આવશે.
ઓલ ઈન્ડિયા મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન (AIMSA) દ્વારા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટને મુલતવી રાખવા બુધવારે, 4 મે, 2022ના રોજ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી. આ સિવાય મેડિકલ સ્ટુડન્ટ્સના બે અન્ય સંગઠનો FAIMA અને UDFA પણ NEET PG પરીક્ષા સ્થગિત કરવાની માંગ માટે સતત અવાજ ઉઠાવી રહ્યા છે. સંગઠનો વતી કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને વડાપ્રધાનને પત્ર લખીને રાહતની માંગણી કરવામાં આવી હતી.
Advertisement
Tags :
Advertisement

.