Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાબરમતી પ્રદૂષણ કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે ઔદ્યોગિક એકમોની અરજી ફગાવી

સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટે ઔદ્યોગિક એકમોની અરજીને ફગાવી દીધી છે. ગુજરાત હાઇકોર્ટે પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડકાઈ દાખવતા અમદાવાદ કોર્પોરેશનને તેમના કનેક્શન કાપી નાખવાનો હુકમ કર્યો હતો. જે બાદ આ એકમોએ ગુજરાત હાઇકોર્ટમાં પોતાના એકમો ફરી શરૂ કરવા તથા સુએઝ લાઇનમાં પાણી છોડવાની પરવાનગી માંગી હતી. જે માંગને ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે ફગાવી દીધી હતી. જે બાદ à
09:59 AM Mar 25, 2022 IST | Vipul Pandya
સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટે ઔદ્યોગિક એકમોની અરજીને ફગાવી દીધી છે. ગુજરાત હાઇકોર્ટે પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડકાઈ દાખવતા અમદાવાદ કોર્પોરેશનને તેમના કનેક્શન કાપી નાખવાનો હુકમ કર્યો હતો. જે બાદ આ એકમોએ ગુજરાત હાઇકોર્ટમાં પોતાના એકમો ફરી શરૂ કરવા તથા સુએઝ લાઇનમાં પાણી છોડવાની પરવાનગી માંગી હતી. જે માંગને ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે ફગાવી દીધી હતી. જે બાદ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને ઔધોગિક એકમોએ સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. જે સંદર્ભે સુપ્રીમ કોર્ટે પણ ઔદ્યોગિક એકમોની અરજીને ફગાવી દીધી છે.

પ્રદૂષણની છૂટ આપી ના શકાય તેવું અવલોકન 
આજે ગુજરાત હાઇકોર્ટમાં પણ સાબરમતી પ્રદુષણ મામલે સુનાવણી હાથ ધરવાની છે, ત્યારે આ મામલે ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે માન્ય રાખતા ઔદ્યોગિક એકમોની માંગને ફગાવી દીધી છે. પ્રદૂષણ ફેલાવવાની છૂટ આપી શકાય નહીં તેવું સુપ્રીમ કોર્ટનું અવલોકન કરતા આ અરજીને ફગાવી છે, જેથી ટેકસટાઇલ સહિતના એકમોને ફટકો પડયો છે. 
અગાઉ હાઇકોર્ટે હુકમ કર્યો હતો
અગાઉ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલાની અને જસ્ટિસ વૈભવી નાણાવટી ખંડપીઠે 99 પેજનો હુકમ કર્યો હતો. જેમાં અમદાવાદ કોર્પોરેશનની એકમોના કનેકશન કાપી નાંખવાની કામગીરીને પડકારી હતી અને ફરીથી પાણી છોડવા દેવાની મજુરી આપવામાં આવે, તેવી માંગ કરી હતી. જોકે વિગત અને લંબાણપૂર્વક અમદાવાદ કોર્પોરેશન, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ઔદ્યોગિક એકમોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે ઔદ્યોગિક એકમોની અરજીને ફગાવી દીધી હતી.
Tags :
GujaratFirstSabarmatiSuprimeCourt
Next Article