બિલકિસ બાનોની 11 દોષિતોને વહેલા મુક્ત કરવાને પડકારતી અરજી સુ્પ્રીમ કોર્ટે ફગાવી
સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો (Bilkis Bano)ની અરજી ફગાવી દીધી છે. અરજીમાં બિલ્કિસ બાનો દ્વારા 2002માં તેના પર સામૂહિક દુષ્કર્મ કરવા અને તેના પરિવારના સભ્યોની હત્યા કરવા બદલ દોષિત ઠેરવવામાં આવેલા 11 લોકોની વહેલી મુક્તિને પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં બિલકિસ બાનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, આ કેસની સંપૂર્ણ સુનાવણી મહારાષ્ટ્રમાં કરવામાં આવી છે અને ત્àª
Advertisement
સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો (Bilkis Bano)ની અરજી ફગાવી દીધી છે. અરજીમાં બિલ્કિસ બાનો દ્વારા 2002માં તેના પર સામૂહિક દુષ્કર્મ કરવા અને તેના પરિવારના સભ્યોની હત્યા કરવા બદલ દોષિત ઠેરવવામાં આવેલા 11 લોકોની વહેલી મુક્તિને પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં બિલકિસ બાનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, આ કેસની સંપૂર્ણ સુનાવણી મહારાષ્ટ્રમાં કરવામાં આવી છે અને ત્યાંની રીલીઝ પોલિસી હેઠળ આવા જઘન્ય ગુનાઓને 28 વર્ષ પહેલા છોડી ન શકાય. જ્યારે મે 2022માં જસ્ટિસ અજય રસ્તોગીએ એક અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે ગુજરાત સરકાર 1992ની રિલીઝ પોલિસી હેઠળ દોષિતોને મુક્ત કરવા પર વિચાર કરી શકે છે.
દોષિતોને 15 ઓગસ્ટના રોજ ગોધરા જેલમાંથી મુક્ત કરયા
સુપ્રીમ કોર્ટે શનિવારે બિલકિસ બાનો દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને ફગાવી દીધી હતી. બિલ્કીસ બાનોએ 2002માં તેની સાથે થયેલા સામૂહિક દુષ્કર્મમાં 11 દોષિતોને નિર્દોષ જાહેર કરવા પર પુનર્વિચાર કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. બિલ્કિસ બાનોએ 11 દોષિતોની વહેલી મુક્તિને પડકારી હતી. આ ગુનામાં તમામ 11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજી પર ફરીથી સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. 2008માં કોર્ટ દ્વારા 11 સામૂહિક દુષ્કર્મના દોષિતોને આ વર્ષે 15 ઓગસ્ટના રોજ ગોધરા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
આ કેસના એક દોષિતે મુક્તિ માટે કરી હતી અરજી
ગુજરાત સરકારે સ્વતંત્રતાના અમૃત મહોત્સવ હેઠળ તેની માફી નીતિ હેઠળ તે દોષિતોને મુક્ત કર્યા. મહત્વનું છે કે, ગુજરાતમાં ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના બાદ ફાટી નીકળેલા રમખાણોમાંથી ભાગી જતી વખતે બિલ્કીસ બાનો 21 વર્ષની અને પાંચ મહિનાની ગર્ભવતી હતી ત્યારે તેણી પર સામૂહિક બળાત્કાર થયો હતો. માર્યા ગયેલા પરિવારના સાત સભ્યોમાં તેમની ત્રણ વર્ષની પુત્રીનો પણ સમાવેશ થાય છે. મહત્વનું છે કે, આ કેસના એક દોષિતે 9 જુલાઈ 1992ની નીતિ હેઠળ અકાળે મુક્તિ માટેની અરજી પર વિચાર કરવા ગુજરાત રાજ્યને નિર્દેશ આપવા માટે ભારતની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. ત્યારપછી સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ અરજી પર વિચાર કરવાનો આદેશ આપ્યો હતો કે આરોપીઓને મુક્ત કરવા કે નહીં.
બિલ્કીસ બાનો 2002ના ગુજરાત રમખાણો દરમિયાન સામૂહિક દુષ્કર્મનો શિકાર બની હતી
બિલકિસ બાનો 2002ના રમખાણો દરમિયાન બળાત્કારનો શિકાર બની હતી અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. રિવિઝન પિટિશન સિવાય બાનોએ દોષિતોને માફ કરવાના નિર્ણયને પડકારતી એક અલગ પિટિશન દાખલ કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement