Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આર્ય સમાજ દ્વારા અપાયેલા મેરેજ સર્ટિફિકેટને કાયદાકીય માન્યતા આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

શુક્રવારે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે આર્ય સમાજ દ્વારા આપવામાં આવેલા મેરેજ સર્ટિફિકેટ (લગ્ન નોંધણી પ્રમાણપત્ર)ને કાયદાકીય માન્યતા આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું કે મેરેજ સર્ટિફિકેટ આપવા સાથે આર્ય સમાજને કોઇ લેવા દેવા નથી. મેરેજ સર્ટિફિકેટ આપવાનું આર્ય સમાજના અધિકાર ક્ષેત્ર બહાર આવે છે. મેરેજ સર્ટિફિકેટ આપવાનું કામ તો સરકારી પ્રશાસનનું
આર્ય સમાજ દ્વારા અપાયેલા મેરેજ સર્ટિફિકેટને કાયદાકીય માન્યતા આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
શુક્રવારે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે આર્ય સમાજ દ્વારા આપવામાં આવેલા મેરેજ સર્ટિફિકેટ (લગ્ન નોંધણી પ્રમાણપત્ર)ને કાયદાકીય માન્યતા આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું કે મેરેજ સર્ટિફિકેટ આપવા સાથે આર્ય સમાજને કોઇ લેવા દેવા નથી. મેરેજ સર્ટિફિકેટ આપવાનું આર્ય સમાજના અધિકાર ક્ષેત્ર બહાર આવે છે. મેરેજ સર્ટિફિકેટ આપવાનું કામ તો સરકારી પ્રશાસનનું છે.
અપહરણ અને દુષ્કર્મના કેસ પર સુનવણી
જે કેસની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે તે પ્રેમ લગ્ન સાથે સંકળાયેલો છે. જેમાં છોકરીના પરિવારે પોતાની દીકરીને સગીર ગણાવીને યુવક પર અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ કરી હતી. યુવતીના પરિવારે યુવક વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 363, 366, 384, 376(2) (n) તથા 384 ઉપરાંત પોકસો એક્ટની કલમ 5(L)/6 અંતર્ગત કેસ નોંધાવ્યો હતો. જ્યારે સામે પક્ષે યુવકનું અવું કહેવું હતું કે તે યુવતી પુખ્ત વયની છે. તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે. બંનેના લગ્ન આર્યસમાજના મંદિરમાં થયા છે. 
મધ્યપ્રદેશ હાઇકોર્ટના નિર્ણય પર સ્ટે
યુવકે પુરાવા સ્વરુપે મધ્ય ભારતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા આપવામાં આવેલા મેરેજ સર્ટિફિકેટને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કર્યુ. જો કે કોર્ટે આ સર્ટિફિકેટને સ્વીકારવાનો ઇનકાર કર્યો. આ કેસમાં સુપ્રીમ કોર્ટ એપ્રિલમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરવા સંમત થઈ હતી. ત્યારબાદ જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ હૃષિકેશ રોયની બેન્ચે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો હતો. હાઈકોર્ટે આર્ય પ્રતિનિધિ સભાને સ્પેશિયલ મેરેજ એક્ટ 1954ની કલમ 5, 6, 7 અને 8ની જોગવાઈઓને એક મહિનાની અંદર તેની ગાઈડ લાઈનમાં સામેલ કરવા કહ્યું હતું.
અસલી પ્રમાણપત્ર બતાાવો...
આ કેસની સુનવણી દરમિયાન બેન્ચે કહ્યું કે આર્ય સમાજને લગ્નનું પ્રમાણપત્ર આપવાનો કોઈ અધિકાર નથી. આ અધિકારીઓનું કામ છે. અમને સાચું પ્રમાણપત્ર બતાવો. જસ્ટિસ અજય રસ્તોગી અને બીવી નાગરત્નાની વેકેશન બેન્ચે યુવકના વકીલના આરોપને ફગાવી દીધો હતો કે દુષ્કર્મનો દાવો કરનાર છોકરી પુખ્ત વયની હતી અને અરજદાર અને તેના લગ્ન આર્ય સમાજમાં થયા હતા.
Advertisement
Tags :
Advertisement

.