Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જ્ઞાનવાપી મસ્જિદ મામલે મુસ્લિમ પક્ષને મોટો ફટકો, સર્વે પર પ્રતિબંધ મુકવાનો સુપ્રીમ કોર્ટે કરી દીધો ઈન્કાર

સુપ્રિમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો સુપ્રીમ કોર્ટમાં અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીએ સર્વે કરવાના વારાણસી કોર્ટના આદેશને પડકાર્યો હતો. જેના હેઠળ પરિસરની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. સમિતિ તરફથી હાજર રહેલા એડવોકેટ અહમદીએ આ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી હતી કે તેણે આ મામલે સર્વેક્ષણ અને કોર્ટ કમિશનની નિમણૂક પર રોક લગાવવી જોઈએ.
11:32 AM May 17, 2022 IST | Vipul Pandya

સુપ્રિમ
કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો સુપ્રીમ કોર્ટમાં
અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીએ સર્વે કરવાના વારાણસી કોર્ટના આદેશને પડકાર્યો
હતો.
જેના હેઠળ પરિસરની વીડિયોગ્રાફી
કરવામાં આવી રહી છે. સમિતિ તરફથી હાજર રહેલા એડવોકેટ અહમદીએ આ સમય દરમિયાન સુપ્રીમ
કોર્ટ પાસે માંગ કરી હતી કે તેણે આ મામલે સર્વેક્ષણ અને કોર્ટ કમિશનની નિમણૂક પર
રોક લગાવવી જોઈએ. તેમણે કહ્યું કે આ મામલે યથાસ્થિતિનો આદેશ આપવો જોઈએ. પ્લેસ ઓફ
વર્શીપ એક્ટનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તેની કલમ
3માં યથાસ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો
છે.

javascript:nicTemp();

જ્ઞાનવાપી
મસ્જિદમાં સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ આ વિવાદ ઉગ્ર બન્યો છે. હિન્દુ પક્ષ
તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે મસ્જિદ પરિસરમાં શિવલિંગ મળી આવ્યું છે
, જ્યારે
મુસ્લિમ પક્ષનું કહેવું છે કે તે શિવલિંગ નથી પરંતુ એક ફુવારો છે. આ અંગે આજે
વારાણસી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટ કમિશનરે સર્વે રિપોર્ટ રજૂ
કરવા માટે વધુ બે દિવસનો સમય માંગ્યો હતો. કોર્ટે આ સમય આપ્યો છે.


દરમિયાન
કોર્ટ કમિશનર અજય મિશ્રાને હટાવી દેવામાં આવ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે
કે અજય મિશ્રાના સહયોગી આરપી સિંહ મીડિયાને માહિતી લીક કરી રહ્યા હતા. આ સિવાય
મુસ્લિમ પક્ષે પણ અજય મિશ્રાને હટાવવાની માંગણી કરી હતી. જ્યારે
અજય
પ્રતાપ સિંહ અને વિશાલ સિંહ સર્વે ટીમનો ભાગ બની રહેશે. હવે વિશાલ સિંહ કોર્ટમાં
રિપોર્ટ રજૂ કરશે. આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. આ
સુનાવણી મસ્જિદ કમિટીની અરજી પર થઈ રહી છે. સમિતિએ સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરેલી
અરજીમાં સર્વે હાથ ધરવા પર સવાલ ઉઠાવ્યા છે.

Tags :
GujaratFirstGyanvapiMosqueCasesupremecourtsurvey
Next Article