Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નલિની સહિત 6 દોષિતોને છોડવાનો સુપ્રીમ કોર્ટે કર્યો આદેશ, આ કારણે છુટ્યા દોષિતો

સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધીની હત્યા કેસમાં (Rajiv Gandhi Murder Case) જેલમાં બંધ તમામ 6 દોષિતોને મુક્ત કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે જો આ દોષિતો પર કોઈ અન્ય કેસ ના હોય તો તેમને છોડી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, લાંબા સમયે રાજ્યપાલે આના પર પગલું નહી ભર્યું તો અમે પગલું ઉઠાવી રહ્યાં છીએ. આ મામલે દોષિત પેરારિવલનને છોડવાનો આદેશ બાકી દોષિતો પર પણ લાગૂ થશà
નલિની સહિત 6 દોષિતોને છોડવાનો સુપ્રીમ કોર્ટે કર્યો આદેશ  આ કારણે છુટ્યા દોષિતો
સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધીની હત્યા કેસમાં (Rajiv Gandhi Murder Case) જેલમાં બંધ તમામ 6 દોષિતોને મુક્ત કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે જો આ દોષિતો પર કોઈ અન્ય કેસ ના હોય તો તેમને છોડી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, લાંબા સમયે રાજ્યપાલે આના પર પગલું નહી ભર્યું તો અમે પગલું ઉઠાવી રહ્યાં છીએ. આ મામલે દોષિત પેરારિવલનને છોડવાનો આદેશ બાકી દોષિતો પર પણ લાગૂ થશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે આ વર્ષે મે મહિનામાં પેરારિવલનને છોડવાનો આદેશ કર્યો હતો.
આ દોષિતો છૂટશે
રાજીવ ગાંધી હત્યાકાંડમાં નલિની, રવિચંદ્રન, મુરૂગન, સંથન, જયકુમાર અને રોબર્ટ પોયસને છોડવાનો આદેશ આપ્યો છે. પેરારિવલન પહેલાથી જ આ કેસમાં છૂટી ચુક્યા છે. સુપ્રીમ કોર્ટે 18મી મે ના રોજ જેલમાં સારાવ્યવહારના કારણે રેરારિવલનને છોડવાનો આદેશ કર્યો હતો. જસ્ટીસ એલ.નાગેશ્વરની બેંચે આર્ટિકલ 142નો ઉપયોગ કરતા આ આદેશ આપ્યો હતો.
1991માં થઈ હતી હત્યા
21મી મે 1991ના એક ચૂંટણી રેલી દરમિયાન તમિલનાડુમાં એક આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની (Rajiv Gandhi) હત્યા કરી દેવામાં આવી હતી. તેમને એક મહિલાએ માળા પહેરાવી હતી. તે બાદ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં 18 લોકોના મોત થયા હતા.
કુલ 41 આરોપીઓ હતા
આ મામલે કુલ 41 લોકોને આરોપી બનાવાયા હતા. 12 લોકોના મોત થઈ ચુક્યા હતા અને ત્રણ ફરાર થઈ ગયા હતા. બાકીના 26 ઝડપાઈ ગયા હતા. જેમાંથી શ્રીલંકન અને ભારતીય નાગરિકો હતો. ફરાત આરોપીઓમાં પ્રભાકરણ, પોટ્ટૂ ઓમ્માન અને અકીલા હતા. આરોપીઓ પર ટાડા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. સાત વર્ષ સુધી ચાલેલી કાનુની કાર્યવાહી બાદ 28 જાન્યુઆરી 1998ના રોજ ટાડા કોર્ટે હજાર પેજમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. તેમાં તમામ 26 આરોપીઓને મોતની સજા સંભળાવી હતી.
ટાકા કોર્ટનો નિર્ણય સુપ્રીમમાં પડકારાયો
ટાડા કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારી શકાય નહી તેથી આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પડકારવામાં આવ્યો. એક વર્ષ બાદ સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચે તેના નિર્ણયને ફેરવી દીધો. સુપ્રીમ કોર્ટે 26માંથી 19 દોષિતોને છોડી મુક્યા. માત્ર 7 દોષિતોને ફાંસીની સજા યથાવત્ રાખી જેને કોર્ટે બાદમાં બદલીને ઉમરકેદની સજામાં બદલી દીધી.
છોડી મુકવાનું કારણ
સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું કે, દોષિતો 30 વર્ષથી વધારે સમયથી જેલમાં છે અને જેલમાં તેમનો વ્યવહાર સારો રહ્યો છે. દોષિતોમાંથી રોબર્ટ પોયસે જેલમાં બિમારીઓનો સામનો કરતા અભ્યાસ કરી ડીગ્રીઓ મેળવી. જયકુમારે પણ જેલમાં અભ્યાસ કર્યો. સંથને અનેક બિમારીઓ સામે લડતા આર્ટીકલ લખ્ય અને જેનાથી તેણે ઈનામ પણ જીત્યા. નલિની, રવિચંદ્રન, મુરૂગનનો પણ જેલમાં સારો વ્યવહાર રહ્યો છે. ત્રણ વર્ષથી વધારે સમય જેલમાં તેઓ રહ્યાં અને આ દરમિયાન તેમણે અભ્યાસ કર્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.