Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુપ્રીમ કોર્ટને મળ્યા નવા જજ, સુધાંશુ ધુલિયા અને જમશેદ પારડીવાલાના નામ પર રાષ્ટ્રપતિએ લગાવી મહોર

સુપ્રીમ કોર્ટ માટે નવા જજ નિમણૂક કરવામાં આવી છે. ગુહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને ગુજરાત હાઈકોર્ટના જજ જમશેદ બી પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ તેમના નામ પર મહોર લગાવી છે. નામોની ભલામણના 48 કલાકની અંદર કેન્દ્રએ નિમણૂકની સૂચના જારી કરી દીધી છે. જણાવી દઈએ કે 5 મેના રોજ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે બે નવા જજોની ભલામણ કેન્દ્ર સરકાà
09:58 AM May 07, 2022 IST | Vipul Pandya

સુપ્રીમ કોર્ટ માટે નવા જજ નિમણૂક કરવામાં આવી છે. ગુહાટી
હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને ગુજરાત હાઈકોર્ટના જજ જમશેદ બી
પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ તેમના
નામ પર મહોર લગાવી છે. નામોની ભલામણના
48 કલાકની અંદર કેન્દ્રએ નિમણૂકની સૂચના જારી કરી દીધી છે. જણાવી દઈએ
કે
5 મેના રોજ સુપ્રીમ
કોર્ટ કોલેજિયમે બે નવા જજોની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી હતી.
CJI NV રમનાની આગેવાની હેઠળની SC કૉલેજિયમે સુધાંશુ ધુલિયા
અને જમશેદ બી પારડીવાલાને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવાની ભલામણ પર
નિર્ણય લીધો હતો.

javascript:nicTemp();

ઉલ્લેખનિય છે કે જસ્ટિસ ધૂલિયા ઉત્તરાખંડ હાઈકોર્ટમાંથી બઢતી મેળવનારા બીજા જજ હશે. CJI જસ્ટિસ એનવી રમનાની આગેવાની હેઠળના પાંચ જજોના કૉલેજિયમે ગયા વર્ષના ઑગસ્ટથી અત્યાર સુધીમાં રેકોર્ડ સંખ્યામાં 11 નામોની ભલામણ કરી છે. તેમાંથી 3 મહિલાઓ સહિત 9ને 31 ઓગસ્ટ 2021ના રોજ CJI NV રમના દ્વારા સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા હતા. તમને જણાવી દઈએ કે એવી માહિતી છે કે
જસ્ટિસ પારડીવાલા ભારતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે
CJI બનશે. તેઓ મે 2028માં દેશના CJI બની શકે છે. તેમનો
કાર્યકાળ લગભગ
2 વર્ષ 3 મહિનાનો રહેશે. તેઓ સુપ્રીમ કોર્ટના
ચોથા પારસી જજ છે. તેમની નિમણૂકનો અર્થ એ છે કે
5 વર્ષના અંતરાલ પછી લઘુમતી સમુદાયના ન્યાયાધીશની નિમણૂક કરવામાં
આવી છે. અગાઉ
જજ એસ અબ્દુલ નઝીરની
ફેબ્રુઆરી
2017માં સુપ્રીમ
કોર્ટમાં નિમણૂક કરવામાં આવી હતી. 
સીજેઆઈ રમના, જસ્ટિસ યુ યુ લલિત, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને
જસ્ટિસ એલ નાગેશ્વર રાવના બનેલા સમાન કૉલેજિયમે વિવિધ હાઈકોર્ટમાં
10 નવા મુખ્ય ન્યાયાધીશોની
નિમણૂકની ભલામણ પણ કરી હતી. ત્રણ જજના કોલેજિયમે અત્યાર સુધીમાં વિવિધ હાઈકોર્ટના
જજ તરીકે નિમણૂક માટે
180 નામોની ભલામણ કરી
છે.

Tags :
GujaratFirstJamshedPardiwalajudgesSudhanshuDhuliasupremecourt
Next Article