હવે ચેક બાઉન્સ થવા પર થશે ઝડપી કાર્યવાહી, સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ, પહેલી સપ્ટેમ્બરથી થશે લાગુ
ચેક વડે પૈસાની લેતી દેતી કરતા લોકો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. ચેક બાઉન્સના કેસમાં કોર્ટ તરફથી પહેલાથી જ ખૂબ કડક નિયમો છે. હવે તે વધારે કડક બનવા જઇ રહ્યા છે. હવે સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સના કેસોના ઝડપી નિકાલ માટે 1 સપ્ટેમ્બરથી પાંચ રાજ્યોમાં નિવૃત્ત ન્યાયાધીશો સાથે વિશેષ અદાલતોની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે.વિશેષ અદાલતોની સ્થાપના કરવામાં આવશેજસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટà
Advertisement
ચેક વડે પૈસાની લેતી દેતી કરતા લોકો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. ચેક બાઉન્સના કેસમાં કોર્ટ તરફથી પહેલાથી જ ખૂબ કડક નિયમો છે. હવે તે વધારે કડક બનવા જઇ રહ્યા છે. હવે સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સના કેસોના ઝડપી નિકાલ માટે 1 સપ્ટેમ્બરથી પાંચ રાજ્યોમાં નિવૃત્ત ન્યાયાધીશો સાથે વિશેષ અદાલતોની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે.
વિશેષ અદાલતોની સ્થાપના કરવામાં આવશે
જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એસ રવિન્દ્ર ભટે કહ્યું કે મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પેન્ડિંગ કેસોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ વિશેષ અદાલતોની રચના કરવામાં આવશે.
બેન્ચે એમ પણ કહ્યું હતું કે 'અમે પાયલોટ કોર્ટની રચના અંગે ન્યાય મિત્રના સૂચનોને પણ સામેલ કર્યા છે. આ માટે અમે સમય મર્યાદા પણ આપી છે. જે 1લી સપ્ટેમ્બર 2022 થી શરૂ થવાનું છે. બેન્ચે કહ્યું કે કોર્ટના જનરલ સેક્રેટરી નક્કી કરશે કે હાલના આદેશની નકલ સીધી આ પાંચ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને મળે, જે તેને તાત્કાલિક કાર્યવાહી માટે મુખ્ય ન્યાયાધીશો સમક્ષ રજૂ કરી શકે છે.
21મી જુલાઈ 2022 સુધીમાં એફિડેવિટ દાખલ કરવાની રહેશે
સુપ્રીમ કોર્ટે તેના જનરલ સેક્રેટરીને આદેશ આપ્યો છે કે તેઓ આ રાજ્યોની હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આ આદેશ વિશે જાણ કરે. આ સાથે, તેમને આ આદેશના પાલન પર 21 જુલાઈ 2022 સુધીમાં એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ન્યાય મિત્રએ સૂચવ્યું હતું કે એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે, દરેક જિલ્લામાં નિવૃત્ત ન્યાયાધીશો સાથેની કોર્ટ હોવી જોઈએ.
હવે આ મામલે આગળની સુનાવણી 28 જુલાઈના રોજ થશે. મોટી સંખ્યામાં ચેક બાઉન્સના કેસો પેન્ડિંગ છે તેની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે આવા કેસોનો તાત્કાલિક નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. 31 ડિસેમ્બર 2019 સુધીમાં ચેક બાઉન્સના પેન્ડીંગ કેસની સંખ્યા 35.16 લાખ હતી.