સુપરસ્ટાર અમિતાભ બચ્ચન 26મીએ પરિવાર સાથે આવશે સૌરાષ્ટ્રના પ્રવાસે
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવનાર છે. પરંતુ આ વખતે તેઓ કોઈ જાહેરાત કે બીજા કોઈ હેતુથી નહીં પરંતુ સૌરાષ્ટ્રના ધાર્મિક પ્રવાસે આવી રહ્યા છે. અમિતાભ બચ્ચનની આધ્યાત્મિક ટુર ગીરનાર તીર્થ ક્ષેત્રની મુલાકાત લેશે. ભવનાથ તળેટીમાં આવેલ શ્રીગૌરક્ષ આશ્રમની મુલાકાત સાથે ભવનાથ મંદિર મહાદેવના દર્શન, ગીરનાર પર્વત આવેલ માં અંબાના દર્શન અને જૉ રોપ વે શરૂ હશે તો ત્યાં પà
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવનાર છે. પરંતુ આ વખતે તેઓ કોઈ જાહેરાત કે બીજા કોઈ હેતુથી નહીં પરંતુ સૌરાષ્ટ્રના ધાર્મિક પ્રવાસે આવી રહ્યા છે. અમિતાભ બચ્ચનની આધ્યાત્મિક ટુર ગીરનાર તીર્થ ક્ષેત્રની મુલાકાત લેશે. ભવનાથ તળેટીમાં આવેલ શ્રીગૌરક્ષ આશ્રમની મુલાકાત સાથે ભવનાથ મંદિર મહાદેવના દર્શન, ગીરનાર પર્વત આવેલ માં અંબાના દર્શન અને જૉ રોપ વે શરૂ હશે તો ત્યાં પણ જશે.
બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસમાં અમિતાભ બચ્ચન 26 ઓગષ્ટ કેશોદ એરપોર્ટથી કાર માર્ગે જુનાગઢ આવશે, અને ત્યારબાદ સોમનાથ અને દ્વારકા પણ જશે. છેલ્લે જામનગરથી ફરી મુંબઈ રવાના થશે. ખુશ્બુ ગુજરાતની એડ કેમ્પેઇન બાદ ફરી બીગ બી સૌરાષ્ટ્રના ધર્મ સ્થાનોની મુલાકાતે આવી રહ્યા છે.
અમિતાભ બચ્ચનના ગુજરાત પ્રવાસ વિશે વાત કરીએ તો, જૂનાગઢના ભવનાથ ખાતે આવેલા ગોરખનાથ આશ્રમ ખાતે અમિતાભ બચ્ચન મુલાકાત લેશે. 26 તારીખે તેઓ ગુજરાત આવે તેવી માહિતી સામે આવી છે. ગોરખનાથ આશ્રમ ખાતે અમિતાભ બચ્ચન શેરનાથ બાપુના આશીર્વાદ લેશે. જો કે આશ્રમ તરફથી હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. આજે સાંજ સુધીમાં કાર્યક્રમ અંગે માહિતી જાહેર કરાઈ તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનનો ગુજરાત સાથે વર્ષો જુનો સંબંધ છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે તેમણે કુછ દિન તો ગુજારીએ ગુજરાત મે અભિયાનમાં કામ કર્યું હતું. આ અભિયાનના શૂટિંગ માટે તેઓ ઘણીવાર ગુજરાત આવ્યા હતા. હવે ફરી મેગા સ્ટાર ગુજરાત આવી રહ્યા છે.
Advertisement