Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહાનાયક અમિતાભ બચ્ચન આવનારી આ ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે

નામ માત્ર કહેતા, સાંભળતા જ રોમાંચ, આનંદ અને હરખનાં ઉમળકા આવે તેવા બોલિવુડના દિગ્ગજ કલાકાર એવાં અમિતાભ બચ્ચન હવે આવનારી ગુજરાતી ફિલ્મમાં જોવાં મળશે. આ ફિલ્મ 19મી ઓગસ્ટે રિલિઝ થવાં જઇ રહી છે. જે અક ડ્રામેટિક કોમેડી પારિવારિક ફિલ્મ છે. દુનિયામાં કદાચ ભાગ્યે જ કોઇ એવું વ્યકિત હશે કે જે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને ન ઓળખતું હોય, દુનિયાભરમાં બીગ-બીની ફેન ફોલોઇંગ ઓછી નથી. આ ફિલ્મના નà
12:05 PM May 20, 2022 IST | Vipul Pandya
નામ માત્ર કહેતા, સાંભળતા જ રોમાંચ, આનંદ અને હરખનાં ઉમળકા આવે તેવા બોલિવુડના દિગ્ગજ કલાકાર એવાં અમિતાભ બચ્ચન હવે આવનારી ગુજરાતી ફિલ્મમાં જોવાં મળશે. આ ફિલ્મ 19મી ઓગસ્ટે રિલિઝ થવાં જઇ રહી છે. જે અક ડ્રામેટિક કોમેડી પારિવારિક ફિલ્મ છે. દુનિયામાં કદાચ ભાગ્યે જ કોઇ એવું વ્યકિત હશે કે જે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને ન ઓળખતું હોય, દુનિયાભરમાં બીગ-બીની ફેન ફોલોઇંગ ઓછી નથી. આ ફિલ્મના નિર્માતા બિગ બીના મિત્ર એવા આનંદ પંડિત કરી રહ્યાં છે. સાથે જ વૈશલ શાહ પણ જોડાયેલાં છે. આ એક પારિવારિક, કોમેડી,ડ્રામા ફિલ્મ છે. 
સાથી કલાકારોએ પોતાની લાગણી વ્યક્ત કરી 
ગુજરાતી કલાકાર ભાવિની જાનીએ પોતાની લગણી સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું કે ,દરેક કલાકારનું સપનું હોય છે કે તે ફિલ્મમાં  બીગ બી સાથે સ્ક્રીન શેર કરવાનું સપનું હોય છે.લાકો સુધી લોકો એમનાં બંગલાની બહાર ઊભા રહીને તેમની એક ઝલક મેળવવા રાહ જોતાં હોય છે, ત્યારે  અમને આવી  કોઈ પ્રતીક્ષા વગર જ જલસા પડ્યાં અને એમની સાથે સ્ક્રીન શેર કરવાનો અવસર સાંપડ્યો. ત્યારે મનમાં તો હરખની ચિચિયારી,આનંદ ની લહેર ઘૂઘવાટા કરતી  હતી. અમારા સાથી કલાકારો માંથી કેટલાંકે  તો પોતાને ચૂંટી ખણી, એ જોવાં કે સપનું તો નથી જોતાં ને? ખુશીથી અવાચક થઈ ગયાં. 

'ફકત મહિલાઓ માટે' આ  ફિલ્મમાં મહાનાયક અમિતાભ બચ્ચન
આ ફિલ્મ વિશે માહિતી શેર કરતાં ફિલ્મ નિર્માતા આનંદ પંડિતે પણ પોતાની ખુશી સોશિયલ મીડિયા પર મૂકી હતી.  આ પહેલીવાર છે જ્યારે અમિતજી ગુજરાતી ફિલ્મમાં ગુજરાતી પાત્ર ભજવી રહ્યા હોય. બિગ બી આ ફિલ્મમાં કેવી રીતે  જોડાયા તે અંગે આનંદ પંડિતે કહ્યું, “અમિતજી વિના કોઈપણ પ્રોજેક્ટની કલ્પના કરવી મારા માટે મુશ્કેલ બની રહી છે જેઓ વર્ષોથી મારા માટે ઘણી બધી રીતે મિત્ર, મેન્ટર અને ગાઈડ રહ્યા છે. તેથી અચાનક જ એક દિવસ મેં તેમને પૂછ્યું કે શું તે ‘ફક્ત મહિલાઓ માટે ’ગુજરાતી ફિલ્મમાં કેમિયો રોલ કરશે, તેમણે તરત જ કહ્યું, ‘હા!’પાડી દીધી અને અન્ય કોઇ વાત વિશે કોઇ પણ સપષ્ટતા વગર તેઓ સીધા સેટ પર પહોંચી ગયા હતાં. 
બીગ બી ઘણી ભાષાઓ સારી રીતે જાણે છે. જે કે આ તેમની પહેલી ગુજરાતી ફિલ્મ હશે.પોતાની સેલ્ફ ડિસિપ્લિન માટે જાણીતા અમિતાભ બચ્ચને સમયસર સેટ પર પહોંચીને પોતાનુ શૂટ પૂરું કર્યુ હતું. સાથે જ તેઓ તમામ કલાકારો સાથે હળવા મૂડમાં જોવાં મળ્યાં હતાં. આ ફિલ્મ 19મી ઓગસ્ટે રિલિઝ થશે. 
Tags :
amithabhbachhanAnandPanditBigBfaktmahilaomateGujaratFirstGujratifilm
Next Article