Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભવ્ય ઉજવણી સાથે વર્ષ 2023નો સૂર્યોદય, વિશ્વભરમાં ઉજવણી

વર્ષ 2022ની વિદાય2023નો સૂર્યોદયભારત સહિત સમગ્ર વિશ્વમાં ઉજવણીઆતશબાજી કરીને નવા વર્ષને વધાવાયુવર્ષ 2022એ વિદાય લીધી છે અને 2023નો સૂર્યોદય થઇ ચુક્યો છે. ભારત (India) સહિત સમગ્ર વિશ્વમાં 31 ડિસેમ્બરે આખી રાત ભવ્ય ઉજવણી (Celebrations) કરવામાં આવી હતી. ભારતમાં પણ દરેક જગ્યાએ આતશબાજી થઈ હતી. અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત સમગ્ર વિશ્વમાં લોકો નવા વર્ષની ઉજવણી à
ભવ્ય ઉજવણી સાથે વર્ષ 2023નો સૂર્યોદય  વિશ્વભરમાં ઉજવણી
  • વર્ષ 2022ની વિદાય
  • 2023નો સૂર્યોદય
  • ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઉજવણી
  • આતશબાજી કરીને નવા વર્ષને વધાવાયુ
વર્ષ 2022એ વિદાય લીધી છે અને 2023નો સૂર્યોદય થઇ ચુક્યો છે. ભારત (India) સહિત સમગ્ર વિશ્વમાં 31 ડિસેમ્બરે આખી રાત ભવ્ય ઉજવણી (Celebrations) કરવામાં આવી હતી. ભારતમાં પણ દરેક જગ્યાએ આતશબાજી થઈ હતી. અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત સમગ્ર વિશ્વમાં લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે. કોરોના પીરિયડ પછી બે વર્ષના ગાળા બાદ પહેલીવાર આવી સ્વતંત્રતા જોવા મળી છે કે લોકો ખુલ્લેઆમ ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે.
ભારતમાં ઠેર ઠેર ભવ્ય ઉજવણી
ભારતમાં મુંબઇ, દિલ્હી, ગોવા સહિત દરેક નાના મોટા શહેરોમાં લોકોએ નવા વર્ષને વધાવ્યો હતો અને આતશબાજી કરી હતી. ઠેર ઠેર નવા વર્ષની પાર્ટીના આયોજન કર્યા હતા. લોકોએ ડીજેના તાલે ડાન્સ કરીને નવા વર્ષની ઉજવણી કરી હતી. તમામ નાના મોટા શહેરોમાં લોકો મોડી રાત સુધી રસ્તા પર જોવા મળ્યા હતા. હોટલો, રેસ્ટોરન્ટો લોકોની ઉભરાયેલી જોવા મળી હતી. ખાનગી પાર્ટી પ્લોટો ઉપરાંત રેસીડેન્સી એપાર્ટમેન્ટમાં પણ લોકોએ નાની મોટી ન્યૂ યર પાર્ટીનું આયોજન કરાયું હતું. 

ગોવાથી સેલિબ્રેશનની તસવીરો સામે આવી 
ગોવામાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જેની તસવીરો અહીં સામે આવી છે. લોકો રંગબેરંગી લાઇટની નીચે નાચતા અને ગાતા જોવા મળે છે. સ્ટેજ પર્ફોર્મન્સ પણ અહીં કરવામાં આવ્યું હતું.
Advertisement

ઓસ્ટ્રેલિયામાં શાનદાર ઉજવણી
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં શાનદાર આતશબાજી જોવા મળી હતી. લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું છે. ઓસ્ટ્રેલિયાને 'લેન્ડ ડાઉન અંડર' તરીકે ઓળખવામાં આવે છે. અહીં પણ આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સિડની હાર્બર આસપાસ દર્શકોના ટોળા એકઠા થયા હતા. સિડની ઓપેરા હાઉસ અને હાર્બર બ્રિજ પર ફટાકડા આકાશને પ્રકાશિત કરે છે.
સિડની હાર્બર બ્રિજ પર નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ફટાકડા જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે બાળકોના ઉત્સાહ માટે 'ફેમિલી ફટાકડા' કરવામાં આવી રહ્યા છે. સિડનીના ઓપેરા હાઉસમાં મધ્યરાત્રિના ત્રણ કલાક પહેલા ઉજવણી શરૂ થઈ હતી.
ભારતમાં પણ ગંગા કિનારે ભવ્ય આરતી કરવામાં આવી હતી
 
ન્યૂઝીલેન્ડમાં પણ ભવ્ય ઉજવણી
ન્યુઝીલેન્ડમાં નવા વર્ષની ભવ્ય  ઉજવણી કરાઇ હતી. ઓકલેન્ડના સ્કાય ટાવર પર આતશબાજી જોવા મળી હતી. ઓકલેન્ડમાં સ્કાય ટાવરની નીચે લોકો ભેગા થાય છે, જ્યાં 2023ને આવકારવા માટે ફટાકડા પ્રગટાવવામાં આવી રહ્યા છે. આ પ્રદર્શન મધ્યરાત્રિના 10 સેકન્ડ પહેલા શરૂ થાય છે. આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.