Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બોલિવૂડમાં એકવાર ફરી ગદર મચાવવા તૈયાર સની દેઓલ, જાણો ફિલ્મ ક્યારે થશે રિલીઝ

66 વર્ષની ઉંમરે સની દેઓલ એકવાર ફરી બોલિવૂડમાં ગદર મચાવવા માટે આવી રહ્યા છે. 2001 માં આવેલી ફિલ્મ ગદર તમે જ જોઇ જ હશે હવે તેનો બીજો પાર્ટ જલ્દી જ આવી રહ્યો છે. અભિનેતા સની દેઓલ અને અમીષા પટેલ આ વર્ષે તેમની આગામી ફિલ્મ ગદર 2 માટે સાથે આવવા માટે તૈયાર છે. આ પહેલા ફિલ્મ 2023ની શરૂઆતમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે, તે ઓગષ્ટમાં રિલીઝ થશે. અનિલ શર્માના નિર્દેશનમાં સનીના ફર્સ્ટ à
11:00 AM Jan 26, 2023 IST | Vipul Pandya
66 વર્ષની ઉંમરે સની દેઓલ એકવાર ફરી બોલિવૂડમાં ગદર મચાવવા માટે આવી રહ્યા છે. 2001 માં આવેલી ફિલ્મ ગદર તમે જ જોઇ જ હશે હવે તેનો બીજો પાર્ટ જલ્દી જ આવી રહ્યો છે. અભિનેતા સની દેઓલ અને અમીષા પટેલ આ વર્ષે તેમની આગામી ફિલ્મ ગદર 2 માટે સાથે આવવા માટે તૈયાર છે. આ પહેલા ફિલ્મ 2023ની શરૂઆતમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે, તે ઓગષ્ટમાં રિલીઝ થશે. અનિલ શર્માના નિર્દેશનમાં સનીના ફર્સ્ટ લુકનો ટીઝર વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ (ગદર) માં, અભિનેતા 2001 માં રિલીઝ થયેલી 'ગદર' જેવા લુકમાં જોવા મળશે.
ગદર 2 ફિલ્મનું પોસ્ટર રિલીઝ
જ્યારથી ફિલ્મ ગદર -2 ની જાહેરાત થઈ છે ત્યારથી ચાહકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન હવે મેકર્સે રિપબ્લિક ડે 2023ના અવસર પર ફેન્સને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. જીહા, ફિલ્મ ગદર 2 નું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. સની દેઓલ હવે તારા સિંહ તરીકે મોટા પડદા પર ધમાલ મચાવવા એકવાર ફરી આવી રહ્યો છે. વર્ષ 2001માં જ્યારે ફિલ્મનો પહેલો ભાગ રિલીઝ થયો ત્યારે સિનેમાઘરોમાં ચાહકોની ભીડ જોવા જેવી હતી. સની દેઓલ અને અમીષા પટેલની જોડીએ થિયેટરમાં ગદર મચાવી દીધી હતી. હવે ફરી એકવાર આ જોડી 22 વર્ષ પછી મોટા પડદા પર જોવા મળશે. ફિલ્મ ગદર 2નું પોસ્ટર આજે એટલે કે 26 જાન્યુઆરી પ્રજાસત્તાકના દિવસે રિલીઝ કરવામાં આવ્યું છે. અભિનેતાના આ અવતારને જોઈને ચાહકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.
સની દેઓલ 22 વર્ષ પછી ફરી ગદર મચાવશે
સોશિયલ મીડિયા પર 'ગદર 2'નું પોસ્ટર શેર કરીને રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે પોસ્ટરમાં સની દેઓલ હથોડી સાથે જોવા મળ્યો હતો. વર્ષો પછી તેની આંખોમાં આવો જ ગુસ્સો જોઈને ચાહકો વધુ પાગલ થઈ ગયા છે. માથા પર પાઘડી અને કાળા રંગનો કુર્તા પાયજામા પહેરેલ સની દેઓલનો આ લુક જબરદસ્ત દેખાય છે.
ગદર 2001માં રિલીઝ થઈ હતી
ઉલ્લેખનીય છે કે, 'ગદરઃ એક પ્રેમ કથા' વર્ષ 2001માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં સની દેઓલે તારા સિંહની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં સની સાથે અમરીશ પુરી, અમીષા પટેલ, ઓમ પુરી, વિવેક શૌક પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ ગદર 2 ની વાર્તા પહેલા ભાગ પછી જ આગળ વધશે. ફિલ્મની સિક્વલમાં અમીષા અને ઉત્કર્ષ શર્મા મહત્વની ભૂમિકામાં જોવા મળશે. વળી, આ વખતે પણ ફિલ્મના નિર્દેશનની જવાબદારી અનિલ શર્માની છે.
ગદર 2 ફિલ્મની શું હશે સ્ટોરી લાઈન?
કહેવામાં આવી રહ્યું છે કે 'ગદર 2'માં તારા સિંહ અને સકીના સાથે તેમના પુત્ર જીતેની વાર્તા બતાવવામાં આવશે. પહેલા ભાગમાં તારા સિંહ પોતાની પત્ની સકીનાને લાવવા બોર્ડર પાર પાકિસ્તાન ગયા હતા, પરંતુ હવે બીજા ભાગની વાર્તા અહીંથી શરૂ થશે. ગદર 2નું નિર્દેશન અનિલ શર્માએ કર્યું છે. ફિલ્મમાં સની દેઓલ અને અમીષા પટેલ ઉપરાંત ગૌરવ ચોપરા, ઉત્કર્ષ શર્મા અને લવ સિન્હા જોવા મળશે. ઉત્કર્ષ શર્માએ 'ગદરઃ એક પ્રેમ કથા'માં જીતેની ભૂમિકા ભજવી હતી. પરંતુ તે સિક્વલમાં મોટો થયો છે. 'ગદર 2'નું મોટાભાગનું શૂટિંગ લખનૌમાં થયું છે. લખનૌની લા માર્ટિનીયર કોલેજને પાકિસ્તાન આર્મીના હેડક્વાર્ટર તરીકે બતાવીને અહીં પાકિસ્તાનનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - પઠાણ પહેલા, દેશભક્તિ પર આધારિત આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કરી જબ્બર કમાણી, લિસ્ટ જોઈને તમે ચોંકી જશો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AmishaPatelBollywoodFirstLookGadarGadar2GujaratFirstReleasedSunnyDeol
Next Article