સન્ડે બનશે સુપર સન્ડે, ભારત અને શ્રીલંકા વચ્ચે જોવા મળશે કાંટાની ટક્કર, કોહલી પર રહેશે સૌની નજર
IND vs SL : આવતીકાલે ભારત અને શ્રીલંકા (India vs SriLanka) વચ્ચે શ્રેણીની છેલ્લી મેચ રમાવાની છે. ટીમ ઈન્ડિયા (Team India) છેલ્લી 2 મેચ જીતીને સિરીઝ પહેલા જ જીતી ચૂકી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ વધુ એક જીત સાથે ક્લીન સ્વીપ કરવા માંગશે. ભારતની વાત કરીએ તો ટીમ માટે બંને મેચ શાનદાર રહી હતી. જોકે બીજી મેચમાં શ્રીલંકાએ શાનદાર બોલિંગ કરી હતી, પરંતુ કેએલ રાહુલ (KL Rahul) ની ઇનિંગે ટીમને જીત અપાવી હતી.ભારત પહેલા શ્રેણી પર àª
05:59 AM Jan 14, 2023 IST
|
Vipul Pandya
IND vs SL : આવતીકાલે ભારત અને શ્રીલંકા (India vs SriLanka) વચ્ચે શ્રેણીની છેલ્લી મેચ રમાવાની છે. ટીમ ઈન્ડિયા (Team India) છેલ્લી 2 મેચ જીતીને સિરીઝ પહેલા જ જીતી ચૂકી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ વધુ એક જીત સાથે ક્લીન સ્વીપ કરવા માંગશે. ભારતની વાત કરીએ તો ટીમ માટે બંને મેચ શાનદાર રહી હતી. જોકે બીજી મેચમાં શ્રીલંકાએ શાનદાર બોલિંગ કરી હતી, પરંતુ કેએલ રાહુલ (KL Rahul) ની ઇનિંગે ટીમને જીત અપાવી હતી.
ભારત પહેલા શ્રેણી પર કરી ચુકી છે કબ્જો
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ આવતીકાલે એટલે કે રવિવારે રમાશે. રવિવારે મેચની સાથે લોકો પતંગની મજા પણ ઉડાવતા જોવા મળશે. આ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ શ્રેણીમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને 2-0થી કબ્જો કરી લીધો છે. આ મેચ જીતીને જ્યાં એક તરફ ભારતીય ટીમ ક્લીન સ્વીપ કરવા માંગશે તો બીજી તરફ શ્રીલંકાની ટીમ પોતાના સન્માન માટે રમશે. જો આપણે ODI ફોર્મેટમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની ટક્કર પર નજર કરીએ તો, અહીં બંને ટીમો 164 મેચોમાં આમનેસામને આવી છે. અહીં પણ ભારતીય ટીમ હંમેશા શ્રીલંકાની ટીમ સામે હાવી રહી છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે 95 મેચ જીતી છે. બીજી તરફ શ્રીલંકાની ટીમને 57 મેચમાં સફળતા મળી છે. આ સિવાય 11 મેચનું પરિણામ આવ્યું નથી. વળી એક મેચ ટાઈ રહી છે.
કોહલી પર રહેશે સૌની નજર
કોહલી માટે ODI ફેવરિટ ફોર્મેટ કહી શકાય. તે જે રીતે રમે છે તેને પરફેક્ટલી અનુકૂળ આવે છે. અને ગુવાહાટીમાં, કોહલીએ શ્રીલંકા સામેની ODI શ્રેણીની પ્રથમ મેચમાં તેની કારકિર્દીની 45મી ODI સદી ફટકારી હતી. કોહલીની ઇનિંગની મદદથી ભારતે 7 વિકેટે 373 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જોકે, તે બીજી વનડેમાં નિષ્ફળ રહ્યો હતો. આવતીકાલે શ્રીલંકાની મેચ સામે કોહલી પાસે પ્રથમ વનડે જેવી બેટિંગની ટીમ ઈન્ડિયા અને ફેન્સ આશા રાખીને બેઠા છે. જોકે, કોહલી હાલમાં બેસ્ટ ફોર્મમાં ચાલી રહ્યો છે.
શ્રીલંકા સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાઃ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.
ભારત સામેની વનડે શ્રેણી માટે શ્રીલંકાની ટીમ:
દાસુન શનાકા (c), પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, સાદેરા સમરવિક્રમા, કુસલ મેન્ડિસ (vc), ચારિથ અસલંકા, ધનંજયા ડી સિલ્વા, વાનિન્દુ હસરાંગા, અશેન બંદારા, મહેશ થિક્ષાના, ચમક કરુણારત્ને, દિલશાન મદુષાન્કા, રાજુન ડુવાન્દુ, નુસન્કા, નુશાન, નુસાંકા. વેલ્લાલેજ, પ્રમોદ મદુશન અને લાહિરુ કુમારા
Update...
આ પણ વાંચો - મને પહેલા જ ખબર હતી કે ધોની ક્રિકેટમાંથી લેવાનો છે સન્યાસ, આ વાત મે મારી પત્નીને પણ નહોતી કરી...
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article