Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુકેશે મારી લાગણીઓ સાથે રમત રમી, જાણો જેક્લિને સુકેશ પર લગાવ્યા બીજા કયા સંગીન આરોપ

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ છેલ્લા કેટલાક મહિનાઓથી સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા રૂ.200 કરોડના મની લોન્ડરિંગ કેસને કારણે ચર્ચામાં છે. આ કેસમાં EDએ તેને સહ આરોપી બનાવી છે. તાજેતરમાં, અભિનેત્રી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થઈ હતી અને આ દરમિયાન તેણે કેટલાક ચોંકાવનારા નિવેદનો આપ્યા હતા. 15 નવેમ્બર 2022ના રોજ જેકલીનને મની લોન્ડરિંગ કેસમાં જામીન મળી ગયા હતા. ચાલો જાણીએ કે
08:21 AM Jan 19, 2023 IST | Vipul Pandya
બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ છેલ્લા કેટલાક મહિનાઓથી સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા રૂ.200 કરોડના મની લોન્ડરિંગ કેસને કારણે ચર્ચામાં છે. આ કેસમાં EDએ તેને સહ આરોપી બનાવી છે. તાજેતરમાં, અભિનેત્રી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થઈ હતી અને આ દરમિયાન તેણે કેટલાક ચોંકાવનારા નિવેદનો આપ્યા હતા. 15 નવેમ્બર 2022ના રોજ જેકલીનને મની લોન્ડરિંગ કેસમાં જામીન મળી ગયા હતા. ચાલો જાણીએ કે અભિનેત્રીએ કોર્ટમાં કયા ચોંકાવનારા નિવેદનો આપ્યા છે.
સુકેશે સરકારી અધિકારી તરીકે પોતાની ઓળખ આપી હતી 
જેક્લિને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં કહ્યું હતું કે સુકેશ ચંદ્રશેખરે મારી લાગણીઓ સાથે રમત રમી અને મારું જીવન નર્ક બનાવી દીધું, તેણે આગળ કહ્યું સુકેશે મને ગેરમાર્ગે દોરી મારી કારકિર્દી અને મારી આજીવિકા બરબાદ કરી નાંખી. અભિનેત્રી સાથે સુકેશનો પરિચય એક સરકારી અધિકારી તરીકે થયો હતો. જેકલીન ફર્નાન્ડિસે દાવો કર્યો હતો કે તેને કહેવામાં આવ્યું હતું કે સુકેશ ચંદ્રશેખર સરકારી અધિકારી છે. પિંકી ઈરાની કે જેણે અભિનેત્રીનો સુકેશ સાથે પરિચય કરાવ્યો હતો તે  તેને તેના મેક-અપ આર્ટિસ્ટ શાન મુથાથિલને કહ્યું હતું કે તે ગૃહ મંત્રાલયમાં અધિકારી છે.

પોતે સન ટીવીનો માલિક હોવાનું સુકેશે કહ્યું હતું 
જેકલીને  બીજો દાવો કર્યો હતો કે  ચંદ્રશેખરે સન ટીવીના માલિક તરીકે પોતાનો પરિચય આપ્યો હતો અને દાવો કર્યો હતો કે જે જયલલિતા તેની કાકી છે. ચંદ્રશેખરે કહ્યું કે હું તમારો મોટો ફેન છું અને મારે દક્ષિણ ભારતની ફિલ્મો કરવી જોઇએ.જેક્લિને ખુલાસો કર્યો કે તે અને સુકેશ દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત કોલ અને વીડિયો કોલ પર વાત કરતા હતા. અભિનેત્રીએ કહ્યું, 'તે મારા શૂટ પહેલા સવારે,દિવસ દરમિયાન અને ક્યારેક રાત્રે સૂતા પહેલા ફોન કરતો હતો. તેણે ક્યારેય કહ્યું નહોતું કે તે જેલમાંથી ફોન કરી રહ્યો છે. તે પડદા પાછળ એક ખૂણામાંથી ફોન કરતો હતો અને બેકગ્રાઉન્ડમાં એક સોફા હતો.
બે વાર સુકેશના પ્રાઇવેટ જેટમાં મુસાફરી કરી હતી 
અહેવાલ મુજબ અભિનેત્રીએ દાવો કર્યો હતો કે તેના અને સુકેશ વચ્ચે છેલ્લે 8 ઓગસ્ટ, 2021ના રોજ એક કોલ પર વાત થઈ હતી અને તે દિવસ પછી તેણે તેનો સંપર્ક કર્યો ન હતો. જેક્લિને કહ્યું મને પાછળથી ખબર પડી કે ગૃહ મંત્રાલય અને કાયદા મંત્રાલયના વરિષ્ઠ સરકારી અધિકારીઓની નકલ કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.જેક્લિને ખુલાસો કર્યો હતો કે જ્યારે તેને કેરળ જવાનું હતું ત્યારે સુકેશે તેને તેનું પ્રાઈવેટ જેટ વાપરવાનું કહ્યું હતું. તેણે કેરળમાં તેના માટે હેલિકોપ્ટર રાઈડનું પણ આયોજન કર્યું હતું. તેણીએ કહ્યું, 'બે પ્રસંગોએ જ્યારે હું તેને ચેન્નાઈમાં મળી ત્યારે મેં તેના પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરી હતી.
આ પણ વાંચોઃ  ડોન દાઉદ ઇબ્રાહિમે પાકિસ્તાની મહિલા સાથે કર્યું બીજુ લગ્ન, ભાણીયાએ જ ખોલી પોલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AllegationsGujaratFirstJacquelineMoneyLaunderingSukeshsukeshchandrasekhar
Next Article