Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કચ્છમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ , ૨૦૦૦થી વધુ જળસંચયના કામો કરવામાં આવશે

કચ્છ જિલ્લામાં લાખોંદ ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનનો સાંસદ વિનોદભાઇ ચાવડાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.લાખોંદના રાગેરાઇ તળાવના ખાણેત્રા કામનો પ્રારંભ કરાવતા સાંસદ વિનોદભાઇ ચાવડાએ  સમગ્ર કચ્છવાસીઓને સરકારની આ યોજના હેઠળ થનારા જળસંચય અને જળબચાવના કામોમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. લાખોંદના રાગેરાઇ તળાવને ૨૦ હજાર ઘનમીટર ઊંડુ કરાશે જેનાથી તેમાં ૨ કરોડ લીટર પાણીનો àª
કચ્છમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ   ૨૦૦૦થી વધુ જળસંચયના કામો કરવામાં આવશે
કચ્છ જિલ્લામાં લાખોંદ ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનનો સાંસદ વિનોદભાઇ ચાવડાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.લાખોંદના રાગેરાઇ તળાવના ખાણેત્રા કામનો પ્રારંભ કરાવતા સાંસદ વિનોદભાઇ ચાવડાએ  સમગ્ર કચ્છવાસીઓને સરકારની આ યોજના હેઠળ થનારા જળસંચય અને જળબચાવના કામોમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. લાખોંદના રાગેરાઇ તળાવને ૨૦ હજાર ઘનમીટર ઊંડુ કરાશે જેનાથી તેમાં ૨ કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે. આ પાણીના સંગ્રહથી ૫૦૦ જેટલા પશુધનને ફાયદો થશે તે ઉપરાંત પીવા, સિંચાઇ માટે પણ પાણી ઉપલબ્ધ બનશે. 
સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે સરકારના આ અભિયાનનો મુખ્ય હેતુ જળસંગ્રહ વધારવા સાથે પાણીના સ્ત્રોતની જાળવણી કરવી, સાફ-સફાઇ કરવી સાથે જળસ્ત્રોતનું સમારકામ કરવું વગેરે છે. જો પાણીનો સંચય થશે તો છેવાડાના ગામથી લઇને દરેક ગામને પીવા,સિંચાઇ કે પશુ જાળવણી માટે પાણીનો પુરવઠો મળી રહેશે તથા પાણીના તળ ઊંચા આવશે. ત્યારે ૩૧મે સુધી ચાલનારા આ અભિયાનમાં લોકભાગીદારી તથા સો ટકા સરકાર હસ્તકના ૨૦૦૦થી વધુ કામો કરવાનું આયોજન હોવાથી લોકો આ કામોને પોતાનું કામ સમજીને પુરતો સહયોગ આપે તો તેના પરિણામો કચ્છ માટે વરદાનરૂપ બની રહેશે.
આ પ્રસંગે જિલ્લા સર્માહતા દિલીપ રાણાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ અંદાજે ૯૫ કરોડથી વધુના ખર્ચે કચ્છમાં ૨૦૦૦થી વધુ કામ કરવાનું આયોજન છે. આ આયોજન થકી અંદાજે ૧૪૨૮ કરોડ લીટરથી વધુ પાણીનો સંગ્રહ થવાનો છે. ત્યારે સરકારના આ ઉમદા કાર્યક્રમમાં જનભાગીદારીમાં વધુમાં વધુ લોકો જોડાય તો આ યોજનાનો હેતુ સાર્થક થશે અને ચોમાસાના વધુમાં વધુ પાણીનો કચ્છમાં સંગ્રહ કરી શકાશે.
આ પ્રસંગે મહાનુભાવો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
 
Advertisement
Tags :
Advertisement

.