Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બ્રિટનના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ

બ્રિટનના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને (Suella Braverman) રાજીનામું (Resignation) આપી દીધું છે. સુએલા ભારત વિરોધી નિવેદનો આપવાને કારણે વિરોધીઓના નિશાના પર હતી. ગત સપ્તાહમાં વડાપ્રધાન લિઝ ટ્રસની કેબિનેટમાંથી આ બીજા મંત્રીનું રાજીનામું છે. અગાઉ લિઝ ટ્રુસે નાણામંત્રી ક્વાસી ક્વાર્ટેંગને હટાવ્યા હતા.  સુએલા બ્રેવરમેન બ્રિટિશ ઈતિહાસમાં સૌથી ઓછા સમયમાં સેવા આપનાર ગૃહમંત્રી બની ગયા છે. શાસક કન્ઝર્વેટ
06:55 PM Oct 19, 2022 IST | Vipul Pandya
બ્રિટનના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને (Suella Braverman) રાજીનામું (Resignation) આપી દીધું છે. સુએલા ભારત વિરોધી નિવેદનો આપવાને કારણે વિરોધીઓના નિશાના પર હતી. ગત સપ્તાહમાં વડાપ્રધાન લિઝ ટ્રસની કેબિનેટમાંથી આ બીજા મંત્રીનું રાજીનામું છે. અગાઉ લિઝ ટ્રુસે નાણામંત્રી ક્વાસી ક્વાર્ટેંગને હટાવ્યા હતા.  સુએલા બ્રેવરમેન બ્રિટિશ ઈતિહાસમાં સૌથી ઓછા સમયમાં સેવા આપનાર ગૃહમંત્રી બની ગયા છે. શાસક કન્ઝર્વેટિવ પાર્ટીની લિઝ ટ્રુસ સરકારમાં સુએલા માત્ર 43 દિવસ માટે દેશના ગૃહપ્રધાન રહ્યાં.
આ છે આરોપ
સુએલા બ્રેવરમેન પર (Suella Braverman) પ્રવાસીઓ સંબંધિત સરકારી દસ્તાવેજો લીક કરવાનો આરોપ છે. બ્રિટિશ અધિકારીઓએ દાવો કર્યો હતો કે સત્તાવાર દસ્તાવેજ પ્રકાશિત થાય તે પહેલા જ ગૃહમંત્રીએ આ દસ્તાવેજ સાથી સાંસદને મોકલી આપ્યો હતો. આ કાયદાકીય રીતે મંત્રીના શપથનું ઉલ્લંઘન માનવામાં આવતું હતું. જે બાદ લિઝ ટ્રસે સુએલા બ્રેવરમેનના રાજીનામાની માંગ કરી હતી.
રાજીનામામાં કહી આ વાત
સુએલા બ્રેવરમેને પોતાના રાજીનામાના પત્રમાં કહ્યું છે કે, તે ખૂબ જ અફસોસ સાથે પોતાનું પદ છોડી રહી છે. આજથી પહેલા મેં સરકારી નીતિના ભાગરૂપે અને પ્રવાસન અંગેની સરકારી નીતિ માટે સમર્થન મેળવવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વાસપાત્ર સંસદીય સાથીદારને મારા અંગત ઈમેલથી સત્તાવાર દસ્તાવેજ મોકલ્યો હતો. આ ટેકનિકલી નિયમોનું ઉલ્લંઘન છે. જેમ તમે જાણો છો, દસ્તાવેજ એ પ્રવાસીઓ વિશે લેખિત મંત્રી સ્તરિય વક્તવ્યનો ડ્રાફ્ટ હતો. જે ટૂંક સમયમાં પ્રકાશિત થવાનો હતો. આમાં મોટાભાગની વાત સાંસદોને પહેલાથી જ જણાવી દેવામાં આવી હતી. તેમ છતાં મારા માટે રાજીનામું આપવું યોગ્ય છે.
તેમણે કહ્યું કે, મને મારી ભૂલનો અહેસાસ થતાં જ મેં તરત જ સત્તાવાર ચેનલો પર તેની જાણ કરી અને કેબિનેટ સચિવને જાણ કરી. ગૃહ સચિવ તરીકે હું મારી જાતને સર્વોચ્ચ ધોરણો પર રાખું છું અને મારું રાજીનામું યોગ્ય છે. સરકારનો વ્યવસાય પોતાની ભૂલોની જવાબદારી સ્વિકાર કરવારા લોકો પર નિર્ભર કરે છે. ભૂલ કરી છે; હું જવાબદારી સ્વીકારું છું. હું રાજીનામું આપું છું.
આ પણ વાંચો - UNGA મંચ પર કાશ્મીર રાગ આલાપનારા પાકિસ્તાનને ભારતે આપ્યો જડબાતોડ જવાબ,જુઓ વિડીયો
Tags :
GujaratFirstHomeSecretaryResignationSuellaBravermanuk
Next Article