Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મિતાલી રાજની નિવૃત્તિ પર તાપસી પન્નુએ આપી કંઇક આવી પ્રતિક્રિયા

ભારતીય ક્રિકેટની સર્વશ્રેષ્ઠ મહિલા બેટ્સમેન મિતાલી રાજે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મિતાલી રાજની નિવૃત્તિ પર તાપસી પન્નુની પ્રતિક્રિયા સામે આવી છે, કહ્યું- અમે આભાર સિવાય વધુ કંઇ કહી શકીએ તેમ નથી. તાપસી પન્નુ, જે ટૂંક સમયમાં ફિલ્મ 'શાબાશ મિથુ' દ્વારા મોટા પડદા પર મિતાલી રાજની બોયોપિકમાં જોવાં મળશે. 39 વર્ષની મિતાલીએ ટ્વિટર પર આની જાહેરાત કરી અને લà
મિતાલી રાજની નિવૃત્તિ પર તાપસી પન્નુએ આપી કંઇક આવી પ્રતિક્રિયા
ભારતીય ક્રિકેટની સર્વશ્રેષ્ઠ મહિલા બેટ્સમેન મિતાલી રાજે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મિતાલી રાજની નિવૃત્તિ પર તાપસી પન્નુની પ્રતિક્રિયા સામે આવી છે, કહ્યું- અમે આભાર સિવાય વધુ કંઇ કહી શકીએ તેમ નથી. તાપસી પન્નુ, જે ટૂંક સમયમાં ફિલ્મ 'શાબાશ મિથુ' દ્વારા મોટા પડદા પર મિતાલી રાજની બોયોપિકમાં જોવાં મળશે. 
39 વર્ષની મિતાલીએ ટ્વિટર પર આની જાહેરાત કરી અને લખ્યું, "મને લાગે છે કે મારી કારકિર્દીને અલવિદા કહેવાનો આ યોગ્ય સમય છે. કારણ કે અત્યારે ટીમ ખૂબ જ પ્રતિભાશાળી યુવા ખેલાડીઓના હાથમાં છે અને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જવળ છે." તમને જણાવી દઈએ કે મિતાલી રાજ માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટરમાંથી એક રહી છે. લાંબા સમયથી સુકાની તરીકે ODIમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તેના નામે છે. જ્યારથી મિતાલી રાજે તેની નિવૃત્તિની જાહેરાત કરી છે ત્યારથી તેની પોસ્ટ પર શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો છે.
જો કે, જે કમેન્ટે બધાનું ધ્યાન ખેંચ્યું તે બીજું કોઈ નહીં પણ બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ છે. અભિનેત્રી તાપસી પન્નુ, જે ટૂંક સમયમાં ફિલ્મ 'શાબાશ મિથુ' દ્વારા મોટા પડદા પર મિતાલી રાજની બોયોપિકમાં જોવાં મળશે. તાપસીએ ભારતીય  મહિલા બેટ્સમેનનો આભાર માન્યો છે. મિતાલી રાજની પોસ્ટ પર કમેન્ટ કરતા, તાપસી પન્નુએ લખ્યું, "આભાર એક જ શબ્દ છે જે આપણે અત્યારે કહી શકીએ. ક્રિકેટ પ્રેમીઓ માટે મહિલા ક્રિકેટને નવા નકશા પર મૂકવા બદલ આભાર!" 
સાથે જ તાપસી પન્નુએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મહિલા બેટ્સમેન માટે એક ભાવનાત્મક સંદેશ પણ પોસ્ટ કર્યો જેમાં તેણે લખ્યું કે, 
"ભારતીય ક્રિકેટ ટીમ માટે ODIમાં કેપ્ટનશિપ કરનારી સૌથી યુવા મહિલા ક્રિકેટર.
4 વર્લ્ડ કપમાં ટીમની કેપ્ટનશિપ કરનાર અને બે વખત ફાઇનલમાં પહોંચનાર એકમાત્ર ભારતીય ક્રિકેટર!
ટેસ્ટ મેચમાં 200 રન બનાવનાર સૌથી યુવા ક્રિકેટર
ડેબ્યૂ ઇન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ક્રિકેટર
વનડેમાં સતત સાત 50 રન બનાવનાર એકમાત્ર ભારતીય ક્રિકેટર.
Advertisement
Tags :
Advertisement

.