Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સબમરિન INS Vagir નૌકા દળમાં સામેલ, જાણો વિશેષતા

ભારતિય નૌકા દળની તાકાતમાં વધારોસબમરિન  ઇન્ટેલિજન્સ સર્વેલન્સ પર કરશે કામવિશ્વના શ્રેષ્ઠ સેન્સર્સ અને હથિયારોથી સજ્જ છે ગુપ્ત માહિતી, સર્વેલન્સ અને જાસૂસી કામગીરીમાં મજબૂતભારતીય નૌકાદળ (Indian Navy)ની તાકાત દિવસેને દિવસે વધી રહી છે. રશિયા અને અમેરિકા જેવી વિશ્વ શક્તિઓ પણ ભારતીય સેનાના વખાણ કરતા થાકતા નથી. હવે વધુ એક શક્તિશાળી સબમરીન ભારતીય નૌકાદળમાં સામેલ થઈ ગઈ છે. આજે, કલવરી વર્ગનà
સબમરિન ins vagir નૌકા દળમાં સામેલ  જાણો વિશેષતા
  • ભારતિય નૌકા દળની તાકાતમાં વધારો
  • સબમરિન  ઇન્ટેલિજન્સ સર્વેલન્સ પર કરશે કામ
  • વિશ્વના શ્રેષ્ઠ સેન્સર્સ અને હથિયારોથી સજ્જ છે 
  • ગુપ્ત માહિતી, સર્વેલન્સ અને જાસૂસી કામગીરીમાં મજબૂત
ભારતીય નૌકાદળ (Indian Navy)ની તાકાત દિવસેને દિવસે વધી રહી છે. રશિયા અને અમેરિકા જેવી વિશ્વ શક્તિઓ પણ ભારતીય સેનાના વખાણ કરતા થાકતા નથી. હવે વધુ એક શક્તિશાળી સબમરીન ભારતીય નૌકાદળમાં સામેલ થઈ ગઈ છે. આજે, કલવરી વર્ગની સબમરીનની પાંચમી સબમરીન INS વાગીર (INS Vagir)ને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી છે. INS વાગીર નૌકાદળમાં જોડાવાથી તેની તાકાતમાં અભૂતપૂર્વ વધારો થશે. INS વાગીરનું નિર્માણ 'મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL)' દ્વારા ફ્રાન્સના 'મેસર્સ નેવલ ગ્રુપ'ના સહયોગથી કરવામાં આવ્યું છે.
ગુપ્ત માહિતી, સર્વેલન્સ અને જાસૂસી કામગીરીમાં મજબૂત
INS વાગીરને નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારની હાજરીમાં નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર, “સબમરીન દુશ્મનને અટકાવવા માટે ભારતીય નૌકાદળની ક્ષમતામાં વધારો કરીને ભારતના દરિયાઈ હિતોને આગળ વધારશે. તે કટોકટીના સમયે નિર્ણાયક પ્રહારો કરવા માટે ગુપ્તચર, સર્વેલન્સ અને રિકોનિસન્સ (ISR) ઓપરેશન ચલાવવામાં પણ મદદરૂપ સાબિત થશે.” આ દરમિયાન, નૌકાદળના વડાએ કહ્યું કે વાગીર એક ભયંકર હથિયાર પેકેજ સાથે ઘાતક સબમરીન છે. 24 મહિનાના ગાળામાં નેવીમાં સામેલ થનારી આ ત્રીજી સબમરીન છે. જટિલ પ્લેટફોર્મ બનાવવામાં અમારા શિપયાર્ડની કુશળતા માટે તે એક પ્રભાવશાળી પ્રમાણપત્ર પણ છે.
Advertisement

વિશ્વના શ્રેષ્ઠ સેન્સર અને હથિયારોથી સજ્જ
નૌકાદળના મતે, 'વાગીર' નો અર્થ 'સેન્ડ શાર્ક' થાય છે, જે તત્પરતા અને નિર્ભયતાની ભાવના દર્શાવે છે. નેવીએ કહ્યું કે 'INS વાગીર' વિશ્વના કેટલાક શ્રેષ્ઠ 'સેન્સર' અને શસ્ત્રોથી સજ્જ છે, જેમાં 'વાયર ગાઈડેડ ટોર્પિડો' અને સપાટીથી સપાટી પરની મિસાઈલોનો સમાવેશ થાય છે, જે દુશ્મનના મોટા કાફલાને બેઅસર કરી શકે છે.

સુપર પાવરફુલ ડીઝલ એન્જિન
નૌકાદળના જણાવ્યા અનુસાર, સબમરીન ખાસ ઓપરેશન માટે મરીન કમાન્ડોને ઉતારવાની ક્ષમતા ધરાવે છે, જ્યારે તેના શક્તિશાળી ડીઝલ એન્જિન 'બેટરી'ને ખૂબ જ ઝડપથી ચાર્જ કરી શકે છે. સ્વરક્ષણ માટે તેમાં અત્યાધુનિક 'ટોર્પિડો ડિકોય સિસ્ટમ' લગાવવામાં આવી છે. હિંદ મહાસાગરમાં ચીનની નૌકાદળની વધતી હાજરી વચ્ચે 'INS વાગીર'ને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.