ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત યુનિ.ના વિદ્યાર્થીઓએ સિંધુ નદીના ઘાટ પર સફાઇ કરી

સ્ટુડન્ટસ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત લદાખ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવેલા ગુજરાત યુનિવર્સિટીના વિધાર્થીઓની ઉદાહરણરૂપ કામગીરી સામે આવી છે. આ વિધાર્થીઓએ અહીંની સિંધુ નદીના ઘાટ પર સફાઈ અભિયાન હાથ ધરી અઢી ટન જેટલો પ્લાસ્ટિક વેસ્ટ બહાર કાઢ્યો સાથે જ  અહીં ફરવા આવતા પ્રવાસીઓને નદી પ્રદુષિત નહિ કરવાનો સંદેશો પાઠવ્યો હતો. ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે હિમાલયની પર્વતમાળાઓમાં
05:53 AM May 31, 2022 IST | Vipul Pandya
સ્ટુડન્ટસ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત લદાખ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવેલા ગુજરાત યુનિવર્સિટીના વિધાર્થીઓની ઉદાહરણરૂપ કામગીરી સામે આવી છે. આ વિધાર્થીઓએ અહીંની સિંધુ નદીના ઘાટ પર સફાઈ અભિયાન હાથ ધરી અઢી ટન જેટલો પ્લાસ્ટિક વેસ્ટ બહાર કાઢ્યો સાથે જ  અહીં ફરવા આવતા પ્રવાસીઓને નદી પ્રદુષિત નહિ કરવાનો સંદેશો પાઠવ્યો હતો. 
ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે હિમાલયની પર્વતમાળાઓમાં ગ્લેશિયર પીગળી રહ્યો છે. લદાખમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે. ગ્લેશિયર પીગળવાના કારણે અહીંના નેચરલ રીસોરસીઝ ખતમ થઈ રહ્યા છે. જે આવનારા દિવસોમાં ખતરાની ઘંટી સમાન છે. એક વિગત એવી પણ છે કે  ગ્લેશિયર પીગળવાના કારણે અહીંના બે ગામો અન્યત્ર વસવાટ કરવાની ફરજ પડી છે. 
જોકે લદાખમાં પ્રવાસ માટે આવતા પ્રવાસીઓ દ્વારા અહીંની સિંધુ નદીમાં ફેંકવામાં આવતા પ્લાસ્ટિક બોટલ્સ, ટિન્સ, કોથળીઓ સહિતના કચરાના કારણે નદી પ્રદુષિત થઈ રહી છે. ત્યારે લદાખ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવેલ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્ટનેબલિટીના 20 વિધાર્થીઓની ઉદાહરણરૂપ કામગીરી સામે આવી છે. આ અભિયાનમાં યુનિવર્સિટી ઓફ લદાખના 25 વિધાર્થીઓ જોડાયા હતા.
IISના ડાયરેકટર સુધાન્શુ જહાંગીરએ જણાવ્યું કે IISના વિધાર્થીઓએ સિંધુ નદી જેને ઇન્દુસ નદી પણ કહેવાય છે જેનો લદાખમાં ઘાટ આવ્યો છે. જ્યાં સફાઈ અભિયાન કરવાનું નક્કી કર્યું. અને સફાઈ અભિયાન કરતા અંદાજે અઢી ટન પ્લાસ્ટિક વેસ્ટ બહાર કાઢ્યો. વિધાર્થીઓનું આ સફાઈ અભિયાન જોઈને લદાખના લોકોએ તેની સરાહના કરી. લદાખના લોકોએ એવું પણ કહ્યું કે આ પ્રકારની કામગીરી હજુ સુધી અહીં કોઈએ કરી નથી. ઇતિહાસમાં પણ પહેલીવાર હતું કે ગુજરાત યુનિવર્સિટીના વિધાર્થીઓએ લદાખ આવી આ પ્રકારે કામગીરી કરી હોય. 
અહીંના કેન્ટીન ચલાવતા એક વ્યક્તિએ વિધાર્થીઓની આ કામગીરી બદલ સૌને ચા પીવડાવી હતી. તેમણે અહીં પ્રવાસે આવતા લોકોને અપીલ પણ કરી કે આ પ્રકારે નદીમાં કચરો ફેંકી લદાખની ખૂબસુરતીને બરબાદ ન કરે. આ પ્રકારની સફાઈ ડ્રાઇવ વિધાર્થીઓ કારગીલમાં પણ કરશે. 
Tags :
CleaneGujaratFirstGujaratUnivercityIndusriverLadakhLadakhUnivercityStudents
Next Article