Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટેકનોલોજીની દ્રષ્ટિઃ અંધજન શાળાના વિધાર્થીઓ કરી રહ્યા છે કમ્પ્યુટરનો ઉપયોગ, સ્માર્ટફોનથી કરે છે જાતે ગૃહકાર્ય

ટેકનોલોજીના યુગમાં ખાનગી શાળાઓની સાથે અનેક જગ્યાએ સરકારી શાળાઓમાં પણ ભણતર આધુનિક રીતે ભણાવવામાં આવી રહ્યું છે, ત્યારે સુરતની અંધજન શાળામાં ધોરણ ૯ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ સ્માર્ટ ફોન થકી તો ભણી જ રહ્યા છે પરંતુ તેની સાથે-સાથે  તેઓ કમ્પ્યુટરનો યુઝ કરી  ગૂગલ ફોર્મ થકી યુનિટ ટેસ્ટ પણ આપી રહ્યા છે.અંધ વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધારવા માટે  ટેક્નોલોજી બેઝ શિક્ષણ બ્રેઈલ ભાષાનું જ્ઞા
ટેકનોલોજીની દ્રષ્ટિઃ અંધજન શાળાના વિધાર્થીઓ કરી રહ્યા છે કમ્પ્યુટરનો ઉપયોગ  સ્માર્ટફોનથી કરે છે જાતે ગૃહકાર્ય
ટેકનોલોજીના યુગમાં ખાનગી શાળાઓની સાથે અનેક જગ્યાએ સરકારી શાળાઓમાં પણ ભણતર આધુનિક રીતે ભણાવવામાં આવી રહ્યું છે, ત્યારે સુરતની અંધજન શાળામાં ધોરણ ૯ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ સ્માર્ટ ફોન થકી તો ભણી જ રહ્યા છે પરંતુ તેની સાથે-સાથે  તેઓ કમ્પ્યુટરનો યુઝ કરી  ગૂગલ ફોર્મ થકી યુનિટ ટેસ્ટ પણ આપી રહ્યા છે.
અંધ વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધારવા માટે  ટેક્નોલોજી બેઝ શિક્ષણ 
બ્રેઈલ ભાષાનું જ્ઞાન પ્રજ્ઞાચક્ષુ  માટે સૌથી મોટી ઉપલબ્ધિ છે. સુરતની ઘોડદોડ રોડ સ્થિત અંધજન શિક્ષા મંડળ સંચાલિત અંધજન શાળાના ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સ્માર્ટ ફોન થી શાળામાં અભ્યાસ અને હોસ્ટેલ કે ઘરે રિવિઝન કરે છે.આ અંગે શાળા ના આચાર્ય મનીષા ગજ્જર એ જણાવ્યું હતું કે આ બાળકો લોકેશન શોધવાથી લઈને સામાન્ય લોકોની જેમ જ પુસ્તક ને પોતાના ફોનના કેમેરાથી સાંભળે છે. આવા વિદ્યાથીઓને ટેકનોલોજી માં લિટ્રેટ કરવા માટે ટેકનોલોજી બેઝ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.આ પ્રજ્ઞાચક્ષુ બાળકો પણ સામાન્ય બાળકોની જેમ જ ટેકનોલોજીથી અવગત થાય અને તેમનું ભવિષ્ય બનાવી શકે તેને લઈને શાળા દ્વારા આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
અંધ વિદ્યાર્થીઓ જાતે ગૃહકાર્ય કરી વિષય શિક્ષકને ઇમેઇલ કરે છે 
શરુઆતમાં ટેકનોલોજીની ટ્રેનિગ ટફ હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું, તેઓએ કહ્યું કે મોબાઈલ ના ઉપયોગ થી જાતે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં પોતે પોતાનું ગૃહકાર્ય કરી ઈમેલ દ્વારા વિષય શિક્ષકને તેઓ મોકલાવે છે. બ્લ્યુટૂથ અથવા હેડ ફોન નો ઉપયોગ કરી ટોક બેંક થી સાંભળી ટેકનોલોજી નો ઉપયોગ કરે છે. .જેમાં નવું નવું શીખવાની પણ ખૂબજ મજા આવે છે.
ગુગલ ફોર્મમાં વિદ્યાર્થીઓને પશ્રપત્ર 
અંધજન શાળામાં અત્યાર સુધીમાં બે યુનિટ ટેસ્ટનું આયોજન કરાયું છે.,જે અંતર્ગત ટેકનોલોજી બેઝ ગૂગલ ફોર્મમાં વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર આપી તેમાં બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો અને એક કે બે વાક્યમાં લખી શકાય એવા પ્રશ્નોના ઉત્તરો આપવાના હતા,જેને વિદ્યાર્થીઓ સરળતા થી પાસ કરી હોવાનું પણ કહ્યું હતું,સાથે જ શાળામાં ટેકનોલોજી બેઝ કોમ્પિટિશનનું આયોજન પણ કરવમાં આવે છે .જેમાં ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી ભાષામાં એક પેરેગ્રાફ નોટપેડમાં કે વ્હોટસએપમાં લખી ઇમેલ અને વ્હોટસએપ કરવાનો હતો. બુક શેર નામની એક ડિજિટલ લાઇબ્રેરી સાથે સંસ્થાએ પ્રોજેક્ટ હાથ ધર્યો છે.જેમાં ધોરણ ૯ થી ૧૨ ના બધા જ વિષયોના પાઠ્યપુસ્તકો અને અન્ય સંદર્ભ પુસ્તકો છે. જેનો વિદ્યાર્થી ગમે ત્યારે ઉપયોગ કરી શકે છે.

ડિઝિટલ લાઇબ્રેરીના પુસ્તકોમાંથી શિક્ષણકાર્ય 
શિક્ષકો પણ આ ડિઝિટલ લાઇબ્રેરીના પુસ્તકોમાંથી શિક્ષણકાર્ય કરાવે છે.અને એના માટે શાળા માં એક સાઉન્ડ પ્રૂફ રૂમ તૈયાર કરાયો છે .જેમાં બુક રેકોર્ડ કરી વિદ્યાર્થીઓને ફોન પર મેલ થકી આપવામાં આવે છે.જો કે જરૂરિયાતમંદ વિદ્યાથીઓને મોબાઈલ ફોન શાળા થકી હોમવર્ક ,ક્લાસ વર્ક આપવામાં આવ્યા છે,આ બાળકો પણ સામાન્ય બાળકોની જેમ જ ટેકનોલોજીથી અવગત થાય અને ભવિષ્યમાં આગળ વધે તેને માટે અંધજન શાળા દ્વારા અનોખા પ્રયાસ કરવામાં આવ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.