Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પેપર ફૂટ્યુ, મનોબળ તૂટ્યું. આંખમાં આંસુ સાથે વિદ્યાર્થીઓ પહોંચ્યા ગુજરાત ફર્સ્ટની ઓફિસે

પેપરલીક ઘટનાથી નિરાશ વિદ્યાર્થીઓએ ગુજરાત ફર્સ્ટ સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓએ નિરાશા સાથે કહ્યું હતું કે આવુ દર વખતે થાય છે.. ઘણા વિદ્યાર્થીઓએ કહ્યું કે હવે મનોબળ તૂટી ચુક્યુ છે, હવે પરીક્ષા આપવીજ નથી. વિદ્યાર્થીઓએ સરકાર પર આ મામલે ભારે રોષ ઠાલવ્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું હતું જો આ રીતે જ પેપર લીક કરવાના હોય તો પછી પરીક્ષા લેવાનું જ બંધ કરી દો. કેટલાક વિદ્યાર્થીઓએ કહ
06:26 AM Jan 29, 2023 IST | Vipul Pandya
પેપરલીક ઘટનાથી નિરાશ વિદ્યાર્થીઓએ ગુજરાત ફર્સ્ટ સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓએ નિરાશા સાથે કહ્યું હતું કે આવુ દર વખતે થાય છે.. ઘણા વિદ્યાર્થીઓએ કહ્યું કે હવે મનોબળ તૂટી ચુક્યુ છે, હવે પરીક્ષા આપવીજ નથી. વિદ્યાર્થીઓએ સરકાર પર આ મામલે ભારે રોષ ઠાલવ્યો હતો. 
વિદ્યાર્થીઓએ કહ્યું હતું જો આ રીતે જ પેપર લીક કરવાના હોય તો પછી પરીક્ષા લેવાનું જ બંધ કરી દો. કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું કે મહિનાઓની દિવસ-રાતની સખત મહેનત હોય છે.. લાયબ્રેરીમાં જઇ વાંચવાનો ખર્ચ કર્યો હોય છે. હોસ્ટેલમાં રહેવાનો ખર્ચ કર્યો હોય છે.. ટ્યૂશન ક્લાસની ફી ભરી હોય છે..અને છેવટે પેપર લીક થઇ જાય છે. 
સરકારે એસટીમાં વિદ્યાર્થીઓને ફ્રીમાં ઘરે પરત ફરવાની જે સુવિધા આપી તેને લઇને પણ વિદ્યાર્થીઓએ રોષ ઠાલવ્યો હતો .વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે સરકાર આ રીતે લોલીઓપ આપી પોતાની ભૂલ છાવરી રહી છે,વાત માત્ર 500 રૂપિયા ભાડાની નથી, પરંતુ મહિનાઓની દિવસ-રાતની મહેનતની છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
angercaseexpressGujaratFirstPaperLeakStudents
Next Article