Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વર્લ્ડ કપની હાર બાદ BCCIની કડક કાર્યવાહી, ચેતન શર્મા સહિત સિલેક્શન કમિટીને ઘરભેગી કરી

ટી-20 વર્લ્ડ કપ 2022ની હાર પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આકરા પગલાં લીધા છે. BCCIએ સિલેક્શન કમિટીના ચેરમેન ચેતન શર્મા ( Chetan Sharma)સહિત આખી ટીમને ઘર ભેગી કરી દેવામાં આવી છે. એટલું જ નહીં ખાલી પડેલી જગ્યા માટે બીસીસીઆઈએ નવું આવેદન પત્ર પણ જાહેર કરી દીધું છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ જે કુલ 5 વર્ષથી કોઈપણ ક્રિકેટ સમિતિના સભ્ય છે તે પુરૂષોની પસંદગી સમિતિના સભ્ય બનàª
વર્લ્ડ કપની હાર બાદ bcciની કડક કાર્યવાહી  ચેતન શર્મા સહિત  સિલેક્શન કમિટીને ઘરભેગી કરી
ટી-20 વર્લ્ડ કપ 2022ની હાર પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આકરા પગલાં લીધા છે. BCCIએ સિલેક્શન કમિટીના ચેરમેન ચેતન શર્મા ( Chetan Sharma)સહિત આખી ટીમને ઘર ભેગી કરી દેવામાં આવી છે. એટલું જ નહીં ખાલી પડેલી જગ્યા માટે બીસીસીઆઈએ નવું આવેદન પત્ર પણ જાહેર કરી દીધું છે.
Advertisement

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ જે કુલ 5 વર્ષથી કોઈપણ ક્રિકેટ સમિતિના સભ્ય છે તે પુરૂષોની પસંદગી સમિતિના સભ્ય બનવા માટે પાત્ર નથી. અરજીઓ 28 નવેમ્બર, 2022 ના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં સબમિટ કરવી જરૂરી રહેશે.
અરજી માટેના માપદંડો વિશે માહિતી આપતાં BCCIએ કહ્યું કે રાષ્ટ્રીય પસંદગીકાર (વરિષ્ઠ પુરુષો) માટે 5 જગ્યાઓ ખાલી છે. અરજી કરનાર વ્યક્તિએ ઓછામાં ઓછી 7 ટેસ્ટ મેચ અથવા 30 ફર્સ્ટ ક્લાસ મેચ અથવા 10 વન-ડે  અને 20 ફર્સ્ટ ક્લાસ મેચ રમેલી હોવી જોઈએ. ઉપરાંત, તેણે ઓછામાં ઓછા 5 વર્ષ પહેલા રમતમાંથી નિવૃત્તિ લીધી હોવી જોઈએ.
T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં ભારતને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક મોટું પગલું ભર્યું છે. બોર્ડે શુક્રવારે (18 નવેમ્બર) ચેતન શર્માની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિને હટાવી દીધી હતી. બીસીસીઆઈએ હવે મુખ્ય પસંદગીકાર સહિત કુલ પાંચ પદો માટે અરજીઓ મંગાવી છે. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) રાષ્ટ્રીય પસંદગીકારો (સિનિયર મેન્સ ટીમ)ના પદ માટે અરજીઓ આમંત્રિત કરે છે. જે ઉમેદવારો ઉપરોક્ત પોસ્ટ માટે અરજી કરવા માગે છે તેમણે તેમની અરજીને ધ્યાનમાં લેવાના માપદંડોને સંતોષવા આવશ્યક છે.


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.