ભારતમાં હવામાનનો વિચિત્ર સંયોગ સર્જાયો, એક તરફ રેકોર્ડ બ્રેક ગરમી, બીજી તરફ વરસાદ
દેશમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમી સતત વધી છે. જોકે, તાજેતરની વાતી કરીએ તો દેશમાં હવામાનનો એખ વિચિત્ર સંયોગ સર્જાયો છે. જ્યા દેશમાં એક તરફ રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે, તો બીજી તરફ વરસાદ પડી રહ્યો છે. દેશના લગભગ 12 શહેરોમાં ગરમીનો પારો 47 ડિગ્રીથી વધુ છે. દેશમાં સૌથી વધુ તાપમાન ઉત્તર પ્રદેશના બાંદામાં 49 ડિગ્રી નોંધાયું છે. આ શહેર સૌથી ગરમ શહેર સાબિત થયું છે. બીજી તરફ દેશના પૂર્વોત્તરના 6 રà
દેશમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમી સતત વધી છે. જોકે, તાજેતરની વાતી કરીએ તો દેશમાં હવામાનનો એખ વિચિત્ર સંયોગ સર્જાયો છે. જ્યા દેશમાં એક તરફ રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે, તો બીજી તરફ વરસાદ પડી રહ્યો છે.
દેશના લગભગ 12 શહેરોમાં ગરમીનો પારો 47 ડિગ્રીથી વધુ છે. દેશમાં સૌથી વધુ તાપમાન ઉત્તર પ્રદેશના બાંદામાં 49 ડિગ્રી નોંધાયું છે. આ શહેર સૌથી ગરમ શહેર સાબિત થયું છે. બીજી તરફ દેશના પૂર્વોત્તરના 6 રાજ્યોમાં વરસાદ ખૂબ પડી રહ્યો છે. અસમ, મેઘાલય, કેરળ અને ચેરાપુંજીમાં ખૂબ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ફરી એકવાર દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં તીવ્ર ગરમી અને હીટ વેવને લઈને ચેતવણી જાહેર કરી છે. દિલ્હી-એનસીઆર અને આજુબાજુના રાજ્યોમાં હવામાન પાંચ દિવસ સુધી સળગતું રહેશે અને મહત્તમ તાપમાન 46 ડિગ્રીને પાર કરી શકે છે.
વળી બીજી તરફ દક્ષિણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તિરુવનંતપુરમ સહિત કેરળના કેટલાક જિલ્લાઓમાં સોમવારે ભારે વરસાદ થવાની સંભાવના છે. અહીં IMD એ રેડ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન, કેરળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને લક્ષદ્વીપમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે મધ્યમથી ભારે વરસાદ થયો છે. ઉત્તરપૂર્વ ભારત, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના બાકીના ભાગોમાં એક અથવા બે વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ થયો છે.
વળી બીજી તરફ રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં રોજ તાપમાન 40 ડિગ્રીને વટાવી રહ્યું છે. રાજ્યમાં અમદાવાદ અને રાજકોટ 43.7 ડિગ્રી સાથે સૌથી ગરમ છે. વળી રાજ્યના 6 શહેરો એવા પણ છે કે જ્યા 42થી વધુ ડિગ્રી તાપમાન છે. વળી એવો પણ અનુમાન છે કે, ગરમીનો પારો 44 ડિગ્રી સુધી વધી શકે છે. મળી રહેલી માહિતી અનુસાર, અઠવાડિયા પછી પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થશે.
Advertisement