ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

શેરબજાર ફરી રિકવરી તરફ, સેન્સેક્સ અને નિફટીમાં ઉછાળો

વૈશ્વિક બજારના મજબૂત ટ્રેડિંગની અસર આજે સ્થાનિક શેરબજાર પર જોવા મળી રહી છે. આઇટી, બેન્કિંગ, મેટલ્સ અને ફાઇનાન્શિયલ્સમાં થયેલા ફાયદાન કારણે બજારમાં તેજી જોવા મળી રહી છે. ભારતીય બજારોમાં આજે મિડકેપ, સ્મોલકેપની સાથે લાર્જકેપમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.આજના કારોબારમાં BSE સેન્સેક્સ 180.06 પોઈન્ટ એટલે કે 0.33 ટકાના વધારા સાથે 54,544.91ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. NSEનો નિફ્ટી 30.00 પોઈન્ટ એટà
04:29 AM May 11, 2022 IST | Vipul Pandya
વૈશ્વિક બજારના મજબૂત ટ્રેડિંગની અસર આજે સ્થાનિક શેરબજાર પર જોવા મળી રહી છે. આઇટી, બેન્કિંગ, મેટલ્સ અને ફાઇનાન્શિયલ્સમાં થયેલા ફાયદાન કારણે બજારમાં તેજી જોવા મળી રહી છે. ભારતીય બજારોમાં આજે મિડકેપ, સ્મોલકેપની સાથે લાર્જકેપમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.
આજના કારોબારમાં BSE સેન્સેક્સ 180.06 પોઈન્ટ એટલે કે 0.33 ટકાના વધારા સાથે 54,544.91ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. NSEનો નિફ્ટી 30.00 પોઈન્ટ એટલે કે 0.18 ટકાના વધારા સાથે 16,270.05ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે.
જો વૈશ્વિક બજારોમાં જોવામાં આવે તો આજે યુએસ બજારોના ડાઉ ફ્યુચર્સમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ કારણે એશિયન બજારોનું સેન્ટિમેન્ટ સુધર્યું છે અને તમામ એશિયન બજારો વધારા સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
જો આપણે આજે સેન્સેક્સના વધતા શેરો પર નજર કરીએ તો, ટાટા સ્ટીલ, ઓએનજીસી, પાવર ગ્રીડ સાથે ભારતી એરટેલ, એમએન્ડએમ અને એચડીએફસીના શેર 2.1 ટકાથી 1.96 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
NSEના નિફ્ટીના 50 માંથી 40 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને બાકીના 10 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી 234 પોઇન્ટ એટલે કે 0.68 ટકાના વધારા સાથે 34717ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. આજે નાણાકીય ક્ષેત્રે પણ મોટો વેપાર નોંધાઈ રહ્યો છે.
નિફ્ટી શેર્સમાં UPL 2.68 ટકા અને HDFC લાઇફ 2.47 ટકા ઉપર છે. અદાણી પોર્ટ્સ 1.80 ટકા, પાવર ગ્રીડ 1.66 ટકા અને ONGC 1.65 ટકાના ભાવે ટ્રેડ કરી રહ્યાં છે.એશિયન પેઈન્ટ્સ 2.19 ટકા, સિપ્લા 1.43 ટકા અને એચયુએલ 0.65 ટકા નીચે ટ્રેડ કરી રહ્યાં છે. L&T 0.4 ટકા અને ઇન્ફોસિસ 0.38 ટકા વધીને ટ્રેડ કરી રહ્યાં છે.
Tags :
BSEGujaratFirstNSEStockmarket
Next Article