શેર બજાર બજારમાં તેજી, સેન્સેક્સ 57,000ને પાર
ભારતીય શેરબજાર માટે આ સપ્તાહ ઘણું સારું રહ્યું છે. સમગ્ર સપ્તાહ દરમિયાન સ્થાનિક અને વિદેશી રોકાણકારોની ખરીદીના કારણે બજારમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ રોકાણકારોની ખરીદીના કારણે બજાર જોરદાર તેજી સાથે બંધ થયું છે. સેન્સેક્સ 57,000 અને નિફ્ટી 17,000ને પાર કરવામાં સફળ રહ્યો છે. આજે કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 730 પોઈન્ટ વધીને 57,
Advertisement
ભારતીય શેરબજાર માટે આ સપ્તાહ ઘણું સારું રહ્યું છે. સમગ્ર સપ્તાહ દરમિયાન સ્થાનિક અને વિદેશી રોકાણકારોની ખરીદીના કારણે બજારમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ રોકાણકારોની ખરીદીના કારણે બજાર જોરદાર તેજી સાથે બંધ થયું છે. સેન્સેક્સ 57,000 અને નિફ્ટી 17,000ને પાર કરવામાં સફળ રહ્યો છે. આજે કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 730 પોઈન્ટ વધીને 57,596 પર અને નિફ્ટી 237 પોઈન્ટના ઉછાળા સાથે 17,167 પોઈન્ટ પર બંધ થયો છે.
શેરબજારમાં આજે તમામ સેક્ટર લીલા નિશાનમાં બંધ થયા છે. આઇટી, ફાર્મા, એનર્જી, બેન્કિંગ, મેટલ્સ, ઓટો, બેન્કિંગ, એફએમસીજી, રિયલ એસ્ટેટ જેવા તમામ ક્ષેત્રોમાં તેજી જોવા મળી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી 43 શેર લીલા નિશાનમાં જ્યારે 7 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સના 30માંથી 26 શેર લીલા નિશાનમાં અને 4 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.