શેર બજાર ઘટાડા સાથે ખુલ્યા, સેન્સેક્સ 285 પોઇન્ટ તૂટયો
સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેર બજારની ઘટાડાથી શરુઆત થઇ છે. નિફ્ટી અને સેન્સેક્સ બંને લગભગ 0.45 ટકાના ઘટાડા સાથે ખુલ્યા છે. બેન્કિંગ અને મેટલ શેરોમાં ઘટાડા સાથે લાર્જકેપ શેરોમાં નબળાઈ છે અને તેણે બજારને નીચે ખેંચ્યું છે.આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં બજારની શરૂઆત ધીમી થઈ છે. BSE 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 285.07 પોઈન્ટ અથવા 0.48 ટકાના ઘટાડા સાથે 59,361 પર ખુલ્યો હતો. બીજી તરફ, NSEનો 50 શેરવાળો
05:30 AM Aug 22, 2022 IST
|
Vipul Pandya
સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેર બજારની ઘટાડાથી શરુઆત થઇ છે. નિફ્ટી અને સેન્સેક્સ બંને લગભગ 0.45 ટકાના ઘટાડા સાથે ખુલ્યા છે. બેન્કિંગ અને મેટલ શેરોમાં ઘટાડા સાથે લાર્જકેપ શેરોમાં નબળાઈ છે અને તેણે બજારને નીચે ખેંચ્યું છે.
આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં બજારની શરૂઆત ધીમી થઈ છે. BSE 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 285.07 પોઈન્ટ અથવા 0.48 ટકાના ઘટાડા સાથે 59,361 પર ખુલ્યો હતો. બીજી તરફ, NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ 75.55 પોઈન્ટ અથવા 0.43 ટકાના ઘટાડા સાથે 17,682 પર ખુલ્યો છે.
આજના સત્રમાં સેન્સેક્સના 30માંથી માત્ર 4 શેર જ મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યા છે અને બાકીના 26 શેરોમાં ઘટાડાનું લાલ નિશાન વર્ચસ્વ ધરાવે છે. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 6 શેરોમાં જ વધારો જોવા મળી રહ્યો છે, બાકીના 44 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બેન્ક નિફ્ટીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 518 અંક તોડીને 1.33 ટકાના ઘટાડા સાથે 38467 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
FMCG સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો આપણે ઘટાડાની શ્રેણી જોઈએ તો સૌથી વધુ 2 ટકા રિયલ્ટી શેર તૂટ્યા છે. આ પછી PSU બેંક સેક્ટરમાં 1.47 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓટો ઇન્ડેક્સ 1.37 ટકા, બેન્ક 1.33 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.32 ટકા અને મીડિયા શેર 1.30 ટકા ઘટ્યા છે.
Next Article