શેર બજારમાં તેજી, સેન્સેક્સ 685 પોઇન્ટના ઉછાળા સાથે 56,462ની સપાટીએ
સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે શેરબજાર મજબૂત ગતિ સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 685 પોઈન્ટના વધારા સાથે 56,462ની સપાટી એ પહોંચ્યો હતો જયારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 196 પોઈન્ટના ઉછાળા સાથે 16,859ની સપાટી પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું.મંગળવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતોગઈકાલે મંગળવારે શેરબજારના બંને સૂચકાંક લાલ નિશાન પà
04:21 AM Mar 16, 2022 IST
|
Vipul Pandya
સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે શેરબજાર મજબૂત ગતિ સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 685 પોઈન્ટના વધારા સાથે 56,462ની સપાટી એ પહોંચ્યો હતો જયારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 196 પોઈન્ટના ઉછાળા સાથે 16,859ની સપાટી પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું.
મંગળવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો
ગઈકાલે મંગળવારે શેરબજારના બંને સૂચકાંક લાલ નિશાન પર બંધ થયા હતા, છેલ્લા ટ્રેડિંગ દિવસે પ્રારંભિક લાભ ગુમાવ્યો હતો. જ્યારે BSE સેન્સેક્સ 709 પોઈન્ટ ઘટીને 55,777 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 225 પોઈન્ટ ઘટીને 16,646 પર બંધ થયો હતો
. મંગળવારે બજારમાં જોરદાર ઘટાડાથી રોકાણકારોને ભારે નુકસાન થયું હતું. શેરબજારમાં ઘટાડાને કારણે રોકાણકારોની મૂડીમાં રૂ. 2.61 લાખ કરોડનો ઘટાડો થયો છે. બજારના નબળા વલણ વચ્ચે BSE-લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી રૂ. 2,61,145.72 કરોડ ઘટીને રૂ. 2,51,66,630.06 કરોડ થઈ હતી.
Next Article