બજેટની શરૂઆત સાથે શેર માર્કેટમાં જબરદસ્ત તેજી, Sensexમાં આટલા પોઈન્ટ ઉછાળો
બજેટની શરૂઆત સાથે શેર માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. બેન્કિંગ અને રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ મજબૂતી જોવા મળી રહી છે. આજે સવારે સેન્સેક્સ 451 પોઈન્ટ મજબૂત થઈને 60001 પર ખુલ્યો, નિફ્ટી 149 પોઈન્ટ મજબૂત થઈ 17811 પર અને બેન્ક નિફ્ટી 459 પોઈન્ટ મજબૂત થઈને 41115 પર ખુલ્યો હતો. ICICI બેન્કમાં 3 ટકાની મજબૂતી છે. બજેટના દિવસે માર્કેટ એક્શનની વાત કરીએ તો છેલ્લા 7 વર્ષમાં સરેરાશ 0.9 ટકાની પોઝિટિવ મૂવમેન્ટ
06:31 AM Feb 01, 2023 IST
|
Vipul Pandya
બજેટની શરૂઆત સાથે શેર માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. બેન્કિંગ અને રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ મજબૂતી જોવા મળી રહી છે. આજે સવારે સેન્સેક્સ 451 પોઈન્ટ મજબૂત થઈને 60001 પર ખુલ્યો, નિફ્ટી 149 પોઈન્ટ મજબૂત થઈ 17811 પર અને બેન્ક નિફ્ટી 459 પોઈન્ટ મજબૂત થઈને 41115 પર ખુલ્યો હતો. ICICI બેન્કમાં 3 ટકાની મજબૂતી છે. બજેટના દિવસે માર્કેટ એક્શનની વાત કરીએ તો છેલ્લા 7 વર્ષમાં સરેરાશ 0.9 ટકાની પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળી છે. છેલ્લા 3 બજેટમાં 1.5 ટકાની વધઘટ જોવા મળી છે. 2021માં બજેટના દિવસે બજાર 5 ટકા વધ્યું હતું.બજેટના દિવસે ICICI બેંક, SBI બે એવા શેરો છે જેમાં જબરદસ્ત હલચલ જોવા મળી રહી છે.
નિફ્ટી 17,700ના સ્તરે ખુલ્યો
બજેટના દિવસે શેરબજારની શરૂઆત મજબૂત નોંધ પર થઈ હતી. નિફ્ટી 17800 ના સ્તર પર ખુલ્યાછે. બજેટ પહેલા સેન્સેક્સ 457.32 પોઈન્ટ એટલે કે 0.77 ટકાના વધારા સાથે 60007.22 ના સ્તર પર જયારે નિફ્ટી 130.60 પોઈન્ટ એટલે કે 0.74 ટકાના વધારા સાથે 17792.80 ના સ્તર પર જોવા મળ્યો હતો.
1 ફેબ્રુઆરી 2022ના રોજ કેવો રહ્યો હતો શેરબજારનો મિજાજ
વર્ષ 2022માં બજેટના દિવસે બજારની સ્થિતિ કેવી હતી
વર્ષ 2022માં જ્યારે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે બજેટના દિવસે શેરબજારમાં વધારો જોવા મળ્યો હતો. આ દિવસે શેરબજાર લાભ સાથે શરૂ થયું અને લાભ સાથે બંધ થયું. આ દિવસે, નિફ્ટીએ 17,500ના આંકડાને સ્પર્શ કર્યો હતો, જ્યારે સેન્સેક્સે 58,500નો આંકડો પાર કર્યો હતો
આપણ વાંચો- આજે રજૂ થશે બજેટ, નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article