Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શેર બજારની સીધી શરુઆત, સેન્સેક્સ નિફ્ટીમાં મામૂલી વધારો

શેરબજારમાં આજે સીધી શરૂઆત જોવા મળી રહી છે અને સેન્સેક્સ,નિફ્ટી લીલા નિશાનમાં ખુલ્યા છે પરંતુ એકદમ સપાટ કારોબાર જોવા મળી રહ્યો છે. જો કે નિફ્ટી માર્કેટ ખુલતા સમયે  લીલા નિશાનમાં હતું, પરંતુ ખુલતાની સાથે જ તે લાલ નિશાનમાં આવી ગયું છે.આજના કારોબારમાં, BSE સેન્સેક્સ 68.10 પોઈન્ટના મામૂલી વધારા સાથે 55,834 પર ખુલ્યો અને NSE 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 1.90 પોઈન્ટ વધીને 16,632 પર ખુલ્યો જે ગઈકાલની સપાટીથી મ
શેર બજારની સીધી શરુઆત  સેન્સેક્સ નિફ્ટીમાં મામૂલી વધારો
શેરબજારમાં આજે સીધી શરૂઆત જોવા મળી રહી છે અને સેન્સેક્સ,નિફ્ટી લીલા નિશાનમાં ખુલ્યા છે પરંતુ એકદમ સપાટ કારોબાર જોવા મળી રહ્યો છે. જો કે નિફ્ટી માર્કેટ ખુલતા સમયે  લીલા નિશાનમાં હતું, પરંતુ ખુલતાની સાથે જ તે લાલ નિશાનમાં આવી ગયું છે.
આજના કારોબારમાં, BSE સેન્સેક્સ 68.10 પોઈન્ટના મામૂલી વધારા સાથે 55,834 પર ખુલ્યો અને NSE 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 1.90 પોઈન્ટ વધીને 16,632 પર ખુલ્યો જે ગઈકાલની સપાટીથી માત્ર 2 પોઈન્ટ ઉપર છે.
નિફ્ટી ચોક્કસપણે લીલા નિશાનમાં ખુલ્યો હતો પરંતુ હવે તે લાલ નિશાનમાં સરકી ગયો છે. હાલમાં નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 12 શેરોમાં જ ઉછાળો જોવા મળી રહ્યો છે અને 38 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી હાલમાં 127 પોઈન્ટના ઘટાડા સાથે 36,599 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
આજે મીડિયા, મેટલ અને PSU બેન્ક સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટ્યા છે. સૌથી વધુ 1.25 ટકાનો ઘટાડો IT શેરોમાં થયો છે. ફાર્મા શેરોમાં 1.05 ટકા અને હેલ્થકેર ઇન્ડેક્સમાં 1.02 ટકાના ઘટાડા સાથે ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે.
આજે પ્રી-ઓપનિંગમાં BSE સેન્સેક્સ 55810.77 પર જોવા મળ્યો હતો અને તેમાં 44 પોઈન્ટનો મામુલી વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ, નિફ્ટી લાલ નિશાનમાં જોવા મળ્યો હતો અને 20 પોઇન્ટના ઘટાડા સાથે 16610ના સ્તરે જોવા મળ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.