Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તેજી સાથે ખુલ્યું શેરબજાર, સેન્સેક્સમાં 1000 જયારે નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઉછાળો

યુક્રેન અને રશિયા યુદ્ધ વચ્ચે ભારતીય શેર બજાર તેજી સાથે ખુલ્યું છે. સેન્સેકસમાં 1000 જયારે નિફ્ટીમાં 300 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.એક સપ્તાહથી બજારમાં મંદીનો માહોલ  ભારતીય શેર બજાર છેલ્લા એક સપ્તાહથી કડાકાની અસર હેઠળ હતું, જો કે શુક્રવારે સવારે બજારે રીકવરી કરી હતી રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા પર નવા પ્રતિબંધ લગાવાતા અમેરિકાના બજાર મજબુતી સાથે ખુલ્યા હતા જેની અસર ભારàª
તેજી સાથે ખુલ્યું શેરબજાર  સેન્સેક્સમાં 1000 જયારે નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઉછાળો

યુક્રેન
અને રશિયા યુદ્ધ વચ્ચે ભારતીય શેર બજાર તેજી સાથે ખુલ્યું છે. સેન્સેકસમાં 1000
જયારે નિફ્ટીમાં 300 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.

Advertisement

એક સપ્તાહથી બજારમાં મંદીનો માહોલ 

Advertisement

ભારતીય શેર બજાર છેલ્લા એક સપ્તાહથી કડાકાની અસર
હેઠળ હતું, જો કે શુક્રવારે સવારે બજારે રીકવરી કરી હતી રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા પર નવા પ્રતિબંધ લગાવાતા અમેરિકાના બજાર મજબુતી સાથે ખુલ્યા હતા જેની અસર ભારતીય શેર બજારમાં
પણ જોવા મળી હતી.જો કે રોકાણકારો પર હજું પણ યુદ્ધની અસર જોવા મળી રહી છે.
શુક્રવારે બજાર પ્રી ઓપન સેશનથી જ ગ્રીન નિશાન પર હતું. અને સેન્સેકસ અંદાજે 800
પોઇન્ટ ઉપર ચઢયું હતું. જેવું બજાર ખુલ્યું કે બીએસઇ સેન્સેકસ 811 પોઇન્ટથી વધીને
55350 પોઇન્ટ સુધી પહોંચી ગયો હતો. એનએસઇ પણ તે જ રીતે લગભગ 1.74 ટકા વધીને 16500 પોઇન્ટ
ઉપર ગયો હતો. ને કારોબારમાં પણ બજારે રીકવરી કરી હતી. સેન્સેકસ 1150 પોઇન્ટ વધીને
55700 પોઇન્ટ સુધી પહોંચી ગયો હતો અને નિફ્ટી પણ 2.30 ટકા વધીને 16600 પોઇન્ટ પર
પહોંચી ગયો હતો.

Advertisement
Tags :
Advertisement

.