શેરબજારમાં પણ તહેવારનો માહોલ, સેન્સેક્સે મારી 800 પોઇન્ટની છલાંગ
સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં હોળીના તહેવારની અસર જોવા મળી છે. હોલિકા દહનના દિવસે બજારના બંને સૂચકાંક લીલા નિશાન પર ખુલ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 820 પોઈન્ટ, 1.44 ટકાના ઉછાળા સાથે 57,636 પર ખૂલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 228 પોઈન્ટ, 1.34 ટકાના ઉછાળા સાથે 17203 પર ખુલ્યો હતો.બજાર ખુલતાની સાથે જ લગભગ 1676 શેર વધ્યા છે, 331 શેર ઘટ્યા છે અને 66 શેર
સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં હોળીના તહેવારની અસર જોવા મળી છે. હોલિકા દહનના દિવસે બજારના બંને સૂચકાંક લીલા નિશાન પર ખુલ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 820 પોઈન્ટ, 1.44 ટકાના ઉછાળા સાથે 57,636 પર ખૂલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 228 પોઈન્ટ, 1.34 ટકાના ઉછાળા સાથે 17203 પર ખુલ્યો હતો.
બજાર ખુલતાની સાથે જ લગભગ 1676 શેર વધ્યા છે, 331 શેર ઘટ્યા છે અને 66 શેર યથાવત રહ્યા છે. નોંધનીય છે કે બુધવારે છેલ્લા, શેરબજાર લીલા નિશાન પર ખુલ્લું હતું અને દિવસભર સતત સુધારા સાથે બંધ થયું હતું. BSE સેન્સેક્સ ઇન્ડેક્સ 1039 પોઇન્ટ, 1.86 ટકાના વધારા સાથે 56,817 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી ઇન્ડેક્સ 312 પોઇન્ટ અથવા 1.87 ટકાના વધારા સાથે 16,975 પર બંધ થયો હતો.
Advertisement