શેરબજારમાં મંદીનો માહોલ, સેન્સેક્સમાં 49 પોઈન્ટ તૂટયો
નવા સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે મંગળવારે ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. આજના કારોબારમાં શરૂઆતી ઉછાળો જોવા મળ્યો, પરંતુ બાદમાં બજાર ઘટાડા સાથે લાલ નિશાન પર બંધ થયું. જોકે, વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારમાં સારી ખરીદી જોવા મળી હતી. આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો શરૂઆતથી જ તેજીમાં હતા. સેન્સેક્સ લગભગ 49 અંકોના ઘટાડા સાથે 59197 ના સ્તર પર બંધ થયો છે, જ્યારે નિફ્ટી 17,655 ને પાર કરી ગયો છે.
50 કંપનીઓ પર આધારિત ઈન્ડેક્સમાં નિફ્ટીમાં 10.20 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. નિફ્ટી-50 કુલ 0.06 ટકાના ઘટાડા સાથે 17,655.60 પર બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટીએ 139.25 પોઈન્ટ સાથે 0.35 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. જેના કારણે બેંક નિફ્ટી 39,666.50 ના સ્તર પર બંધ થયો છે.
આ દિવસે બજારમાં ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. આજના કારોબારમાં બેંક, ફાઈનાન્શિયલ અને ઓટો શેરોમાં નબળાઈ જોવા મળી છે. તમને જણાવી દઈએ કે નિફ્ટી પરના ત્રણેય સૂચકાંક અડધા ટકાની આસપાસ નબળા રહ્યા છે. મેટલ, ફાર્મા સહિતના અન્ય સૂચકાંકો પણ લીલા નિશાન પર બંધ થયા છે. સેન્સેક્સ 30ના 20 શેરો લીલા નિશાનમાં બંધ થયા છે. બજાજ ટ્વિન્સ ઉપરાંત, ટોપ લૂઝર્સમાં કોટક બેન્ક, M&M, HUL અને એશિયન પેઇન્ટ્સનો સમાવેશ થાય છે.
સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, ટાટા કન્ઝ્યુમર, બ્રિટાનિયા, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, એમએન્ડએમ, યુપીએલ અને કોટક બેન્કના શેર શેરબજારમાં ટોપ લૂઝર્સમાં છે. બીજી તરફ, એપોલો હોસ્પિટલ્સ, ભારતી એરટેલ, એનટીપીસી, શ્રી સિમેન્ટ અને એસબીઆઈ લાઇફ જેવી કંપનીઓએ ટોપ ગેઇનર્સની યાદીમાં સ્થાન મેળવ્યું છે.