Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શેરબજાર તેજી સાથે બંધ, સેન્સેક્સમાં 87 પોઈન્ટનો વધારો

આજે  શેરબજારમાં  ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં તેજી જોવા  મળી  હતી. ત્યારે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે શેરબજાર મામૂલી ઉછાળા સાથે બંધ થયું. આજે કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 87 પોઈન્ટ વધીને 59,118 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 26 પોઈન્ટના ઉછાળા સાથે 17,604 પોઈન્ટ પર બંધ થયો હતો.ત્યારે  બજારમાં આઈ.ટી. ઓટો, ફાર્મા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્àª
10:25 AM Aug 24, 2022 IST | Vipul Pandya
આજે  શેરબજારમાં  ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં તેજી જોવા  મળી  હતી. ત્યારે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે શેરબજાર મામૂલી ઉછાળા સાથે બંધ થયું. આજે કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 87 પોઈન્ટ વધીને 59,118 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 26 પોઈન્ટના ઉછાળા સાથે 17,604 પોઈન્ટ પર બંધ થયો હતો.
ત્યારે  બજારમાં આઈ.ટી. ઓટો, ફાર્મા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. તે જ સમયે, બેંકિંગ, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, ઇન્ફ્રા સિવાય મીડિયા સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ખરીદારી જોવા મળી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી 28 શેર લીલા નિશાનમાં જ્યારે 22 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. તો સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 16 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા જ્યારે 14 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.
માર્કેટમાં વધતા શેરો પર નજર કરીએ તો ઇન્ડસઇન્ડ બેન્ક 3.08 ટકા, NTPC 1.55 ટકા, ICICI બેન્ક 1.12 ટકા, લાર્સન 0.92 ટકા, પાવર ગ્રીડ 0.88 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.74 ટકા, HDFC 0.69 ટકા, કોટક મહિન્દ્રા 6 ટકા, HDFC બેન્ક 0.5 ટકા. 0.58 ટકા ઝડપથી બંધ થયો  હતો. 
ઘટતા શેરો પર નજર કરીએ તો, ટાટા સ્ટીલ 0.98 ટકા, સન ફાર્મા 0.85 ટકા, TCS 0.84 ટકા, ટાઇટન કંપની 0.80 ટકા, ITC 0.54 ટકા, SBI 0.49 ટકા, ઇન્ફોસિસ 0.44 ટકા, મહિન્દ્રા 0.42 ટકા, રિલાયન્સ 0.38 ટકા, ફાઇનાન્સ 0.38 ટકા સુધરીને બંધ રહ્યા હતા. ના ઘટાડા સાથે.
Tags :
closeshigherGujaratFirstSensexgains87pointsStockmarket
Next Article