Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 1 હજાર પોઇન્ટનો ઉછાળો

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે આજે શેરબજાર (stock market) તેજીમાં છે. સેન્સેક્સ (Sensex) 58,000 અને નિફ્ટી (Nifty) 17300ની પાર ખુલવામાં સફળ રહ્યો છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. નિફ્ટી પણ લગભગ 300 પોઈન્ટ ઉપર છે.કેવી રહી હતી બજારની શરૂઆતઆજે શેરબજારની શરૂઆતમાં BSE 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 1,068.31 પોઈન્ટ અથવા 1.87 ટકાના ઉછાળા સાથે 58303.64 પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ એનએસ
04:54 AM Oct 14, 2022 IST | Vipul Pandya
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે આજે શેરબજાર (stock market) તેજીમાં છે. સેન્સેક્સ (Sensex) 58,000 અને નિફ્ટી (Nifty) 17300ની પાર ખુલવામાં સફળ રહ્યો છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. નિફ્ટી પણ લગભગ 300 પોઈન્ટ ઉપર છે.
કેવી રહી હતી બજારની શરૂઆત
આજે શેરબજારની શરૂઆતમાં BSE 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 1,068.31 પોઈન્ટ અથવા 1.87 ટકાના ઉછાળા સાથે 58303.64 પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 295 પોઈન્ટ અથવા 1.73 ટકાના ઉછાળા સાથે 17309.30 પર ટ્રેડ કરી રહ્યો હતો.

પ્રી-ઓપનિંગમાં બજાર કેવું હતું
આજે શેરબજારમાં પ્રી-ઓપનિંગમાં તેજી જોવા મળી રહી છે અને BSE સેન્સેક્સ 605 પોઈન્ટ અથવા 1.06 ટકાના વધારા સાથે 57840 ના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો હતો. બીજી તરફ NSE નો નિફ્ટી 257 પોઈન્ટ અથવા 1.51 ટકાના ઉછાળા સાથે 17271 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ
આજે સેન્સેક્સના 30માંથી તમામ 30 શેરો બાઉન્સ સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને નિફ્ટીના 50માંથી 50 શેરો બાઉન્સ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બેન્ક નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે અને તે 39,500ની નજીક આવી ગયો છે. બેન્ક નિફ્ટીમાં 750 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો--ગાંધીનગરના જુના સચિવાલયની એક કચેરીમાં લાગી આગ, ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી ઘટનાસ્થળે
Tags :
GujaratFirstNiftySensexStockmarket
Next Article