Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજીનો માહોલ, સેન્સેક્સમાં 322 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજાર માટે ઘણો સારો રહ્યો છે. માર્કેટમાં રોકાણકારોની ખરીદીના કારણે સેન્સેક્સ ફરી 60,000 પોઈન્ટને પાર કરી ગયો છે, તો નિફ્ટી 18 હજારને પાર કરવા માટે તૈયાર છે. આજે કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 322 પોઈન્ટ વધીને 60,115 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 103 પોઈન્ટના ઉછાળા સાથે 17,936 પોઈન્ટ પર બંધ થયો હતો.BSE પર કુલ 3,759 શેરનું ટ્રેડિંગ થયું હતુà
11:18 AM Sep 12, 2022 IST | Vipul Pandya
સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજાર માટે ઘણો સારો રહ્યો છે. માર્કેટમાં રોકાણકારોની ખરીદીના કારણે સેન્સેક્સ ફરી 60,000 પોઈન્ટને પાર કરી ગયો છે, તો નિફ્ટી 18 હજારને પાર કરવા માટે તૈયાર છે. આજે કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 322 પોઈન્ટ વધીને 60,115 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 103 પોઈન્ટના ઉછાળા સાથે 17,936 પોઈન્ટ પર બંધ થયો હતો.
BSE પર કુલ 3,759 શેરનું ટ્રેડિંગ થયું હતું, જેમાં 2197 શેર વધ્યા હતા અને 1387 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. 175 શેરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે 429 શેરમાં અપર સર્કિટ હતી, જ્યારે 203 શેર લોઅર સર્કિટ સાથે બંધ થયા હતા. શેરબજારની માર્કેટ મૂડી રૂ. 285.23 લાખ કરોડને પાર કરી ગઈ છે.
સોમવારના ટ્રેડિંગ સેશનમાં તમામ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી, નિફ્ટી ઓટો, નિફ્ટી આઈટી, નિફ્ટી ફાર્મા, નિફ્ટી એફએમસીજી, નિફ્ટી મેટલ્સ લીલા નિશાનમાં બંધ થયા છે. રિયલ એસ્ટેટ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટરમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી હતી. સ્મોલ કેપ અને મિડ કેપ ઈન્ડેક્સ પણ લીલા નિશાનમાં બંધ થયા છે.જે શેરો વધી રહ્યા હતા તેના પર નજર કરીએ તો અદાણી પોર્ટ્સ 3.49 ટકા, ટાઇટન કંપની 2.22 ટકા, દિવીઝ લેબ 2.08 ટકા, ટેક મહિન્દ્રા 2.08 ટકા, એક્સિસ બેન્ક 2.06 ટકા, ટાટા સ્ટીલ 1.94 ટકાના વધારા સાથે બંધ થયા છે.
Tags :
322pointsjumpbullishforGujaratFirstSensexclosesStockmarketthirddayin
Next Article