Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચોરી કરવી એ નહી પકડાવું એ ગુનો! હળવદના કડીયાણા ગામે ચોર રંગે હાથ પકડાયો

એક પ્રચલિત કહેવત છે કે ચોરી કરવી એ ગુન્હો નથી પણ પકડાવું ગુન્હો છે ! આવા જ એક કિસ્સામાં હળવદ તાલુકાના કડીયાણા ગામે રાત્રે ચોરી કરવા રહેણાંકમા ઘુસેલા તસ્કરને ગામ લોકોએ રંગે હાથ ઝડપી લઈ મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો. દિવસે ફેરી કરીને રેકી કરવા આવતો તસ્કર રાત્રીના મકાનમાં ચોરી કરવા ઘુસ્યોને પકડાયો, લોકોએ મેથીપાક આપી પોલીસ હવાલે કર્યોહરખાભાઈ કોળીના મકાનમાં તસ્કર ઘુસી ગયા પ્à
09:55 AM Oct 08, 2022 IST | Vipul Pandya
એક પ્રચલિત કહેવત છે કે ચોરી કરવી એ ગુન્હો નથી પણ પકડાવું ગુન્હો છે ! આવા જ એક કિસ્સામાં હળવદ તાલુકાના કડીયાણા ગામે રાત્રે ચોરી કરવા રહેણાંકમા ઘુસેલા તસ્કરને ગામ લોકોએ રંગે હાથ ઝડપી લઈ મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો. દિવસે ફેરી કરીને રેકી કરવા આવતો તસ્કર રાત્રીના મકાનમાં ચોરી કરવા ઘુસ્યોને પકડાયો, લોકોએ મેથીપાક આપી પોલીસ હવાલે કર્યો
હરખાભાઈ કોળીના મકાનમાં તસ્કર ઘુસી ગયા 
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પંથકમાં ચોરીના બનાવો અવારનવાર બનતા હોય લોકો ચોકીદારની ભૂમિકામાં આવી જાતે જ પોતાના જાનમાલનું રક્ષણ કરવા રાત્રિ ચોકીમાં નીકળતા હોય છે, ત્યારે ગઈ કાલે હળવદ તાલુકાના કડીયાણા ગામના રહેવાસી રાજુભાઇ હરખાભાઈ કોળીના મકાનમાં તસ્કર ઘુસી ગયા હતા, જોકે પોતાની સજાકતાથી તેઓ જાગી ગયા હતા અને જોત જોતામાં લોકોના ટોળા એકત્રિત થઈ જતા ચોરને રંગે હાથ ઝડપી લીધો હતો.

ચોરને જોઈ પોતાનો ગુસ્સો ચોર ઉપર ઠાલવી તેને ધોલ ધપાટ કરી
બીજી તરફ ચોરના ત્રાસથી કંટાળેલા લોકોએ ચોરને જોઈ પોતાનો ગુસ્સો ચોર ઉપર ઠાલવી તેને ધોલ ધપાટ કરીને તસ્કરને દોરડે બાંધી હળવદ પોલીસને હવાલે કર્યો હતો. દરમિયાન હળવદ પોલીસનો સંપર્ક કરતા આ તસ્કર મોરબીના રફાળિયા ગામે રહેતો અરવિંદ વેલજી ચૌહાણ હોવાનું સામે આવ્યું હતું. આ ચોર  દિવસે ફેરી કરી ચોરી માટે રેકી કરતો હતો જોકે લોકોની સતર્કતાના કારણે આજે આ ચોર ઝડપાઇ જતા પોલીસે જાતે ફરિયાદી બની તસ્કર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
Tags :
CrimeGujaratFirstHalvadKadianavillagemorbi
Next Article