Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નર્મદા નદીના ઘાટ ઉપર પોલીસ અને યુવાનો દ્વારા પ્રતિમાઓ એકત્ર કરી વિસર્જન કરાઇ

ભરૂચ જિલ્લામાં ભક્તોની દશા સુધારનાર દશામાંના વ્રતનો પ્રારંભ દિવાસાના દિવસથી થયો હતો અને દસ દિવસ સુધી ભક્તોએ માતાજીને ઘરમાં સ્થાપિત કરી પૂજા અર્ચના આરતી અને ઉપવાસ કરી અંતિમ દિવસે ભક્તોએ ડીજે અને અબીલ ગુલાલની છોડ વચ્ચે માતાજીને વિદાય આપી હતી અને હજારો ભક્તો એ માતાજીને નર્મદા નદીમાં વિસર્જિત કરી દશામાના વ્રતનું સમાપન કર્યુ હતુંભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતની ભક્તિ ભાવપà«
નર્મદા નદીના ઘાટ ઉપર પોલીસ અને યુવાનો દ્વારા પ્રતિમાઓ એકત્ર કરી વિસર્જન કરાઇ
ભરૂચ જિલ્લામાં ભક્તોની દશા સુધારનાર દશામાંના વ્રતનો પ્રારંભ દિવાસાના દિવસથી થયો હતો અને દસ દિવસ સુધી ભક્તોએ માતાજીને ઘરમાં સ્થાપિત કરી પૂજા અર્ચના આરતી અને ઉપવાસ કરી અંતિમ દિવસે ભક્તોએ ડીજે અને અબીલ ગુલાલની છોડ વચ્ચે માતાજીને વિદાય આપી હતી અને હજારો ભક્તો એ માતાજીને નર્મદા નદીમાં વિસર્જિત કરી દશામાના વ્રતનું સમાપન કર્યુ હતું
ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતની ભક્તિ ભાવપૂર્વક વ્રત કરવા સાથે ઉપવાસ અને પૂજા અર્ચના કરી ૧૧માં દિવસે વહેલી સવારે માતાજીને વિદાય આપવામાં આવી હતી મધ્યરાત્રીએથી જ ભક્તો દશામાંની વિસર્જન યાત્રા લઈ જાહેર માર્ગો ઉપરથી વાજતે ગાજતે પસાર થયા હતા અને નર્મદા નદીના ઘાટ ઉપર પહોંચી માતાજીની અંતિમ આરતી કર્યા બાદ નર્મદા નદીમાં વિસર્જિત કરી દશામાના વ્રતનું સમાપન કર્યું હતું.
ભરૂચના ઝાડેશ્વર ગામના નર્મદા નદીના ઘાટ ઉપર દરિયાઈ ભરતીના કારણે નર્મદા નદીમાં વહેણની આવક થતા નર્મદા નદીમાં દશામાંના વિસર્જનમાં કોઈ ડૂબી જવાની ઘટના ન બને તે માટે મોડી રાત્રીએથી જ ભરૂચ પોલીસ અને સ્થાનિક યુવાનોએ મધ્યરાત્રીએથી જ ઝાડેશ્વર ગ્રામ પંચાયત નજીક ટ્રેક્ટરો સાથે તૈનાત રહી નર્મદા નદીમાં માતાજીને વિદાય આપવા આવતા ભક્તો પાસેથી દશામાની પ્રતિમાઓ લઈ ટ્રેક્ટરમાં એકત્ર કરી નર્મદા નદીમાં બોટ મારફતે વિસર્જન કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. 
પોલીસની અને યુવાનોની કામગીરી પણ આવકારદાયક કહી શકાય નર્મદા નદીમાં ડૂબી જવાની ઘટના ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે પણ ઝાડેશ્વર ગામમાં મધ્યરાત્રીએ થી તૈનાત રહી માતાજીની પ્રતિમાને વિસર્જન કરાવતા ભક્તો પાસેથી પ્રતિમાઓ એકત્ર કરી સુરક્ષિત રીતે દશામાને બોટ મારફતે વિસર્જન કરી એક અનોખી સેવા સ્થાનિક યુવાનો અને પોલીસે આપી હતી
ભરૂચ અંકલેશ્વરમાં નર્મદા નદીમાં પણ કેટલાય ભક્તોએ માતાજીને વિદાય આપી હતી જેમાં નર્મદા નદીમાં દશામાને વિદાય આપવા આવતા ભક્તો નર્મદા નદીમાં પૂજાપો અને ફુલ ન પધરાવે તે માટે સેવાભાવી સંસ્થાઓએ પણ મધ્યરાત્રીએથી વહેલી સવાર સુધી ખડે પગે રહી સીબીસીએનના કાર્યકર્તાઓ દ્વારા નર્મદાના સ્વચ્છ રાખવા ફુલહાર અલગ કરી મા દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું અંકલેશ્વર નગરપાલિકા ફાયર વિભાગના જવાનો દ્વારા શાંતિપૂર્વક વિસર્જન કરાવવામાં આવ્યું હતું નર્મદા નદીમાં જોતું હજારો ટન પ્રદૂષણ સીબીસીએન ટીમે રોક્યું હતું અને માતાજીને ચડાવેલા ફૂલ પૂજાપો સહિત સમગ્ર સામગ્રીઓ એક તરફ એકત્ર કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના ૯ તાલુકામાં પણ હજારો ભક્તોએ દશામાને વિદાય આપી હતી જેમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા સહિત ઉમલ્લા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ પણ મધ્યરાત્રીએથી જ દસામાની વિસર્જન યાત્રા લઈ નીકળ્યા હતા અને માતાજીની ભક્તિમાં બન્યા હતા હજારો ભકતોએ દશામાને નદીના ઘાટ ઉપર અંતિમ આરતી પૂજા અર્ચના કરી માતાજીને ભીની આખી વિદાય આપી હતી
Advertisement
Tags :
Advertisement

.