Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનનો આજથી પ્રારંભ

રાજયવ્યાપી સુજલામ સુફલામ (SUJLAM SUFLAM) જળ અભિયાનનો પાંચમો તબક્કો આજે તા.19 માર્ચ-2022થી આરંભ થવા જઇ રહ્યો છે. CM ભૂપેન્દ્ર પટેલ આજે રાજ્યના પાટનગર ગાંધીનગરના કોલવડા ગામેથી આ અભિયાન શરૂ કરાવશે. સુજલમ સુફલામ જળ અભિયાનની શરૂઆત 1 મેં 2018માં થઈ હતી. સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ છેલ્લા ચાર વર્ષમાં મળેલી સફળતાને આગળ ધપાવતા ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સુજલામ સુફલામ જળ àª
રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનનો આજથી પ્રારંભ
રાજયવ્યાપી સુજલામ સુફલામ (SUJLAM SUFLAM) જળ અભિયાનનો પાંચમો તબક્કો આજે તા.19 માર્ચ-2022થી આરંભ થવા જઇ રહ્યો છે. CM ભૂપેન્દ્ર પટેલ આજે રાજ્યના પાટનગર ગાંધીનગરના કોલવડા ગામેથી આ અભિયાન શરૂ કરાવશે. 
સુજલમ સુફલામ જળ અભિયાનની શરૂઆત 1 મેં 2018માં થઈ હતી. સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ છેલ્લા ચાર વર્ષમાં મળેલી સફળતાને આગળ ધપાવતા ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળસંગ્રહના મહત્વના કામોમાં તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત-જાળવણી તેમજ નદી, વોકળા, કાંસની સાફ-સફાઇને નદી પૂન: જીવિત કરવી જેવા વિવિધ કામો હાથ ધરવામાં આવે છે.
વર્ષ 2021માં લોક ભાગીદારીના 4964, મનરેગા હેઠળ 5950, વિભાગીય રીતે 4296 મળી કુલ 15210 કામો હાથ ધર્યા હતા. જળ સંગ્રહ શક્તિમાં 19,717 ધનફૂટ જેટલો વધારો થયો છે. રાજ્યમાં 4 વર્ષમાં 56,698 કામો હાથ ધરવામાં આવ્યાં. ઉપરાંત તળાવ ઉડા કરવાના 21,402 કામો હાથ ધર્યા. ચેકડેમ ડિસિલટિંગ 12,221 કામો હાથ ધરવામાં આવ્યાં, આ સિવાય જળાશય ડિસીલ્ટિંગ 608, ચેકડેમ રિપેરીંગના 3,435, નવા ચેકડેમના 1,204, વન તળાવના 1,627, ખેત તલાવડીના 1,635, નદીને પુનઃ જીવિત કરવાના 429 કામો હાથ ધરવામાં આવ્યાં. ઉપરાંત 50,353 કિમિ લંબાઈની નહેરો કાસની સફાઈના કામો કરવામાં આવ્યાં. આ અભિયાન અંતર્ગત રાજ્યમાં 156.93 લાખ લોકોને રોજગારી પ્રાપ્ત થઈ. લોકભાગીદારી હેઠળ 182.00 કરોડનો સરકારને સહયોગ પ્રાપ્ત થયો. ચાર વર્ષમાં 61,781 ઘન ફૂટ જળ સંગ્રહ શક્તિનો વધારો થયો છે.
શું છે સુજલામ સુફલામ જળ અભિયાનના ફાયદા?
પાણીના સંગ્રહમાં વધારો થવાથી ભૂગર્ભ જળસ્તરનું લેવલ ઉંચું આવ્યું
ખોદકામ સિંચાઇ વ્યવસ્થા સુદ્રઢ થતા ખેત ઉત્પાદનમાં વધારો
પાણીના બગાડમાં મહદઅંશે ઘટાડો થયો
જળ અભિયાનની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઇ
2020માં અભિયાનનો પ્લેટિનમ કેટેગરીમાં એવોર્ડ મળ્યો
Advertisement
Tags :
Advertisement

.