Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબીની દુર્ઘટનાને લઇ સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક, અડધી કાઠીએ ફરકાવાશે રાષ્ટ્રધ્વજ

મોરબીની( Morbi)ઝૂલતા પુલ દુર્ઘટનનાને લઇ સમગ્ર ગુજરાતમાં(Gujarat)આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરાયો છે. રાજ્યની તમામ સરકારી સંસ્થા પર રાષ્ટ્રધ્વજ( National flag)અડધી કાઠીએ ફરકાવાશે. રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો, સત્કાર સમારંભ રદ્દ કરવામાં આવ્યા છે. ઝૂલતા પુલની હોનારતના મૃતકોને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ( Shradhanjali)પાઠવાશે. વડોદરામાં સરકારી  કચેરીઓમાં પ્રાર્થના સભા યોàª
મોરબીની દુર્ઘટનાને લઇ સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક  અડધી કાઠીએ ફરકાવાશે રાષ્ટ્રધ્વજ
મોરબીની( Morbi)ઝૂલતા પુલ દુર્ઘટનનાને લઇ સમગ્ર ગુજરાતમાં(Gujarat)આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરાયો છે. રાજ્યની તમામ સરકારી સંસ્થા પર રાષ્ટ્રધ્વજ( National flag)અડધી કાઠીએ ફરકાવાશે. રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો, સત્કાર સમારંભ રદ્દ કરવામાં આવ્યા છે. ઝૂલતા પુલની હોનારતના મૃતકોને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ( Shradhanjali)પાઠવાશે. વડોદરામાં સરકારી  કચેરીઓમાં પ્રાર્થના સભા યોજાશે રાષ્ટ્રીય અડધી કાઠીએ ફરકાવાશે અને કોર્પોરેશન અને પોલીસ કમિશનરની કચેરીમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનું  આયોજન  કરવામાં  આવ્યું છે. 
ગોઝારો પુલ 135 જીંદગીને ભરખી ગયો !
રાજકીય લોકોથી લઈને સામાન્ય નાગરીકોમાં પણ મોરબીની ગોઝારી ઘટનાને લઈ ગમગીની છવાઈ છે. ઝુલતા પુલ તુટવાની ઘટનાના ત્રણ દિવસ બાદ હજુ પણ દુર્ઘટનાસ્થળે બે લોકોના મૃતદેહોની શોધખોળ ચાલુ છે. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટનાથી ખુદ વડાપ્રધાનશ્રી  પણ ખુબ જ વ્યથિત હતા અને ગઇકાલે PMશ્રી મોદીએ પણ મોરબીમાં ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. સાથે જ દુર્ઘટનાગ્રસ્ત લોકોના ખબર અંતર પુછ્યા હતા. અને સ્થાનિક તંત્રને બનતી તમામ મદદ કરવા સુચનો આપ્યા હતા.
જવાબદાર લોકો વિરુદ્ધ કડક પગલાં લેવા PMશ્રી  મોદીની સૂચના
PMશ્રી મોદીએ(Narendra Modi)મોરબી મુલાકાત અંગે જાણકારી આપતા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (C.R.Patil)જણાવ્યું કે PMશ્રી મોદીએ દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી છે. PMશ્રી મોદીએ હોસ્પિટલમાં મુલાકાત લઇને તબીબોને જરૂરી સૂચનો કર્યા છે. આ સાથે જવાબદાર લોકો વિરુદ્ધ કડક પગલાં લેવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે મોરબી દુર્ઘટના બાદ તંત્રએ કરેલી રેસ્ક્યું કામગીરીથી PMશ્રી મોદી સંતોષ હોવાનું પણ પાટીલે જણાવ્યું છે.

અદાલતે ચાર આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા
ગુજરાતના મોરબી દુર્ઘટના કેસમાં ધરપકડ કરાયેલ ઓરેવા ગ્રુપના બે મેનેજર સહિત ચાર આરોપીઓના અદાલતે ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે. ગોઝારા પુલે અનેક પરિવારોનો માળો વિંખી નાખ્યો છે. ત્યારે હાલ આ દુર્ઘટના માટે જવાબદાર સામે કડક કાર્યવાહીની માગ ઉઠી છે.
Advertisement
Tags :
Advertisement

.