Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ વેપારીઓ સાથે કર્યો સંવાદ

ભરૂચના સ્ટેશન રોડ ઉપરની એક હોટલમાં આમ આદમી પાર્ટીનો વેપારીઓ સાથેનો સંવાદ યોજાયો હતો જેમાં જિલ્લાના વેપારીઓ જોડાયા હતા અને આ સંવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ વેપારીઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને આ સંવાદમાં આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે દોઢસોથી વધુ લોકો જોડાયા હતાભરૂચના સ્ટેશન રોડ ઉપરની એક હોટલમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની ઉપસ્
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ વેપારીઓ સાથે કર્યો સંવાદ
ભરૂચના સ્ટેશન રોડ ઉપરની એક હોટલમાં આમ આદમી પાર્ટીનો વેપારીઓ સાથેનો સંવાદ યોજાયો હતો જેમાં જિલ્લાના વેપારીઓ જોડાયા હતા અને આ સંવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ વેપારીઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને આ સંવાદમાં આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે દોઢસોથી વધુ લોકો જોડાયા હતા
ભરૂચના સ્ટેશન રોડ ઉપરની એક હોટલમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની ઉપસ્થિતિમાં યોજાયેલા વેપારીઓ સાથેના સંવાદમાં વેપારીઓ અને ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો વેપારીઓ અને ખેડૂતોએ રજૂ કર્યા હતા. વેપારીઓને ટેક્સ ભરવા છતાં માળખાકીય સુવિધા ન મળતી હોવાના આક્ષેપ કર્યા હતા તો કેટલા ખેડૂતોએ કપાસના જીન ઉપર કેટલા લોકોએ કબજો જમાવ્યો હોવાના આક્ષેપ કર્યા છે તો તાજેતરમાં ચકચારી બિલકીસબાનું ગેંગરેપમાં ગુજરાત સરકારની રજૂઆતથી રાક્ષસોને છોડી મૂકવામાં આવ્યા હોવાના સવાલ ઉઠાવ્યો હતો સંવાદમાં સરકારની રજૂઆતથી બળાત્કારીઓને છોડી દેવા મુદ્દે સંવાદમાં સવાલ ઉઠાવતા લોકો પણ તાળીઓના ગડગડાટથી સવાલને આવકાર્યો હતો અને આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ પણ ગુજરાત સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ગુજરાત સરકારને ભગવાન સદબુદ્ધિ આપે મહિલાઓ પર અત્યાચારની ઘટના બનતી હોય તો તેવા પાપીઓને ક્યારેય માફ ન કરી શકાય તેમ કહી આક્રોશ ઠાલવ્યો હતો
સમગ્ર સંવાદમાં ભાજપ અને કોંગ્રેસ ઉપર પ્રહારો આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ કર્યા હતા અને બંને પાર્ટીને વેવાણ પાર્ટી ગણાવી હતી એક વેવાઈ ભાજપનો ધારાસભ્ય હોય તો બીજો સામે વેવાઈ કોંગ્રેસનો હોય અને મિલી જુલી સરકાર હોવાના આક્ષેપ કર્યા હતા અને વેપારીઓને એક મોકો આપને આપો કહી આમ આદમી પાર્ટી વેપારીઓની સમસ્યા સૌ પ્રથમ સાંભળશે ભાજપ કોંગ્રેસની સભામાં જાવ અને કંઈ સવાલ પૂછો તો ચાર પોલીસ આવી તેની ટીંગાટોળી કરી બહાર લઈ જઈ આમ આદમી પાર્ટી દરેક વ્યક્તિની વાત સાંભળશે તેની પીડા સાંભળશે અને તેનો હલ કેવી રીતે આવી શકે તે દિશામાં કામ કરનારી આમ આદમીની પાર્ટી હોવાનું પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ કહ્યું હતું
ભરૂચ જિલ્લાની સાત ઔદ્યોગિક વસાહત હોવા છતાં સ્થાનિકો બેરોજગાર હોવા મુદ્દે સવાલ ઉઠ્યા..?
ભરૂચ જિલ્લાની સાત ઔદ્યોગિક વસાહતો હોવા છતાં માત્ર પરપ્રાંતીઓને સૌપ્રથમ રોજગારી અપાય છે પરંતુ સ્થાનિક બિચારો હંમેશાં બેરોજગાર બની રહેતો હોય છે આમ આદમી પાર્ટી સત્તા પર આવે તો 80% ઉદ્યોગોમાં સ્થાનિક લોકોને રોજગારી મળે તેવી આશાઓ વ્યક્ત કરાઈ હતી આજે પણ ભરૂચ જિલ્લાની સ્થિતિ ગંભીર બની ગઈ છે તેવા આક્ષેપ સાથે સંવાદમાં પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા એ પણ તમામ લોકોની સમસ્યાઓને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચાડવાના પ્રયાસો અંગેની બાહેધરી આપી હતી
Advertisement
Tags :
Advertisement

.