ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગણતરીના મહિનાઓમાં સજા મળી તે માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા રંગ લાવી- ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આવેલા ઐતિહાસિક ચુકાદા માટે પોલીસ ટીમની ઝડપી કામગીરીની પ્રશંસા કરી. સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ મામલે આરોપી ફેનિલને આજે કોર્ટે ફાંસીની સજા સંભળાવી દીધી છે. આ સાથે તેને 5 હાજરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ગ્રીષ્માના હત્યારાને આજે ગણતરીના 70 દિવસમાં જ સજા સંભળાવવામાં આવી છે.  કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેરેસ્ટ માન્યો
08:20 AM May 05, 2022 IST | Vipul Pandya
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આવેલા ઐતિહાસિક ચુકાદા માટે પોલીસ ટીમની ઝડપી કામગીરીની પ્રશંસા કરી. સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ મામલે આરોપી ફેનિલને આજે કોર્ટે ફાંસીની સજા સંભળાવી દીધી છે. આ સાથે તેને 5 હાજરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ગ્રીષ્માના હત્યારાને આજે ગણતરીના 70 દિવસમાં જ સજા સંભળાવવામાં આવી છે. 

કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેરેસ્ટ માન્યો છે.  આ સજા બાદ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મિડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે ''ગણતરીના મહિનાઓમાં સજા મળી તે માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા રંગ લાવી. દેશભરમાં મહિલા સુરક્ષા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. અહીં આ પ્રકારના જઘન્ય અપરાધો સાંખી નહીં લેવામાં આવે. ગુજરાતના નાગરિકોને સુરક્ષા આપવા માટે ભૂપેન્દ્ર પટેલ સરકાર કટિબદ્ધ છે. સરકારે અને મેં જે વચન આપ્યું હતું તે નિભાવ્યું છે. સરકારે તમામ કાર્યવાહી ઝડપી કરીને એક ઉદાહરણ આપ્યું છે. તમામ ન્યાયિક પ્રકિયાના અંતે આ કેસને આજે કોર્ટે  રેરેસ્ટ ઓફ રેર કેસ ગણીને પૂર્વાઆયોજિત કાવતરું ગણીને ગુનેગારને ફાંસીની સજા આપી છે. આ ઉદાહરણરુપ સજાથી ગુનેગારોના ભવિષ્યમાં છૂટવાના કોઇ ચાન્સ નહીં રહે. ભવિષ્યમાં પણ કોઇ ગુનો આચરતા સો વાર વિચારશે. પોલીસ તંત્રની ઝડપી કાર્યવાહીથી ગણતરીની મહિનાઓમાં ગ્રીષ્માના માતા પિતાને ન્યાય મળ્યો. સરકારે જે વચન આપ્યું તે પૂર્ણ કર્યું છે. આ કેસ આગળ હાઇકોર્ટમાં  જશે તો પણ રાજ્ય સરકાર જલ્દીથી ન્યાય મળે તે માટે કટિબદ્ધ છે''.

ગૃહરાજ્યમંત્રીએ તમામ ઘટના અંગેનો રિપોર્ટ રજૂ કર્યો 
''સુરત ગ્રામ્ય પાસોદરા ખાતે 12 ફેબ્રુઆરી સાંજે 6.30 કલાકે જે ઘટના ઘટી, જાહેરમાં ગળું કાપીને હત્યા કરી હતી. આ ઘટનાની પોલીસે તાત્કાલિક પકડ્યો, આ જધન્ય બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને  મુખ્યમંત્રીની  સુચના અનુસાર ગૃહ વિભાગ દ્વારા રચાયેલ SIT દ્વારા ઓરલ, ડોક્યુમેન્ટરી, સાયંટીફિક, કોરોબ્રેટીવ અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ એકત્રીત કરી આરોપીને અટક કર્યા બાદ માત્ર પાંચ જ દિવસમાં કુલ 2500 પાનાની ચાર્જશીટ રજુ કરાઇ હતી. ઘટનાના તમામ સ્તરે લોકોમાં ઘેરાં પ્રત્યાધાતો પડ્યાં હતાં. રાજ્ય સરકારે બનાવની ગંભીરતા જોતાં તટસ્થ તેમજ ઝડપી તપાસ કરવાનું વચન આપ્યું. આજે ગૃહ રાજ્યમંત્રી તરીકે પરિવારને આ ઘટનાના સજા મળતા સંતોષની લાગણી વ્યક્ત કરુ છું. આવતી કાલે મારું પરિવારને મળવાનું વચન પૂરું કરીશ. ગ્રીષ્માના માતા પિતાને મળીશ. તે માટે તમામ કાર્યક્રમો રદ કરીને પરિવારની મુલાકાત લઇશ. સાથે જ આ કેસમાં દિવસ રાત સખત મહેનત કરી ઝડપી ન્યાય અપાવવમાં કટિબદ્ધ તમામ પોલીસ પરિવાર, અને સરકારી વકીલની ટીમનો પણ રુબરુ મળીને આભાર વ્યક્ત કરીશ.'' 
સરકાર જે વચન આપે છે તે પૂરું કર્યું 
''આ પહેલાં પણ ગુજરાતમાં અનેક ઐતિહાસિક ચુકાદા આપ્યા છે. આ કેસને ગુજરાતના સૌ નાગરિકો વતી સરકારી વકીલની ટીમને રાજ્યની તમામ બહેન-દીકરીઓ વતી અભિનંદન આપું છુ. ન્યાયતંત્રનો આભાર માનું છું કે તેમણે ગુનેગારે ઉદાહરણરુપ સજા સંભળાવી.  સરકારી વકીલની ટીમ, ઉચ્ચ અધિકારીઓની ટીમ, એસ.આઇ.ટીની ટીમની ઝડપી અને  સફળ કામગીરીથી આ શક્ય બન્યુ અને પરિવારને જલ્દી ન્યાય મળ્યો. આપણે આટલાથી અટકવાનું નથી ફરી આવી કોઇ ઘટના ન બને તે માટે સરકાર કટિબદ્ધ છે.તેમજ રાજ્યની સુરક્ષા માટે પણ તંત્ર કટિબદ્ધ છે''. 

રાજકીય લોકોએ ગુજરાતને બદનામ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો
''તમામ અધિકારીઓની મહેનત માટે તેમનો આભાર વ્યક્ત કરું છું. ગ્રીષ્માના માતા- પિતાને આપેલું વચન પૂરું કરીશ. સાથે જ દોષિતને સજા અપાવી તે તમામ અધિકારીઓ અને ટીમને રુબરુ અભિનંદન આપીશ. આખી ટીમનો આભાર વ્યક્ત કરવાનો છું. આ ઘટનાથી રાજકીય લોકોએ ગુજરાતને બદનામ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. આવા ગુનાઓથી ગુજરાતની છબી ખરડાવવાનો પ્રયાસ કર્યો. ત તમામ લોકોને મારે કહેવું છે કે ગુજરાત મહિલાો અને સ્ત્રીઓની સુરક્ષામાં અગ્રેસર છે અને રહેશે.  તમામન પોલીસ અધિકારીઓની ટીમ તથા તમામ પોલીસ પરિવારનો ગુજરાતના સૌ નાગરિકો વતી અભિનંદન આપું છું". 

70 દિવસ બાદ સજા સંભળાવવામાં આવી 
સુરતની ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ મામલે આરોપી ફેનિલને આજે કોર્ટે ફાંસીની સજા સંભળાવી દીધી છે. આ સાથે તેને 5 હાજરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ગ્રીષ્માના હત્યારાને આજે 70 દિવસ બાદ સજા સંભળાવવામાં આવી છે. જોકે, પરિવાર અને જનતા આ અંગે ફેનિલને ફાંસી જ થાય તેવી માગ કરી રહ્યા હતા. સરકારી વકીલે આ કેસમાં ફેનિલને સખત અને મહત્તમ સજા ફટકારવાની કોર્ટને માગ કરી હતી. જોકે, કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેરેસ્ટ માન્યો છે. 

આરોપીના વકીલ સહિત ઘણી મોટી સંખ્યામાં લોકો હાજર 
સજા સંભળાવતા સમયે કોર્ટ પરિસર ખીચોખીચ ભરેલું જોવા મળ્યું હતુ. સુરત કોર્ટના જજ વિમલ વ્યાસે સજા સંભળાવતા પહેલા મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરી હતી. આ દરમિયાન કોર્ટમાં સરકાર વકીલ અને આરોપીના વકીલ સહિત ઘણી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. વળી આરોપી ફેનિલને પણ સુરતની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેની હાજરીમાં જ આ સજા સંભળાવી હતી. સજા સંભળાવતી વખતે જજે કહ્યું કે, દંડ દેવો સરળ નથી પણ આ રેરેસ્ટ ઓફ રેરેસ્ટ કેસ છે. મળી રહેલી માહિતી અનુસાર, સજા સંભળાવવામાં આવી રહી હતી તે દરમિયાન ફેનિલને જાણે તેના કર્યા પર પસ્તાવો જ નથી તેવું તેનો ચહેરો બતાવી રહ્યો હતો. જોકે, ફાંસીની સજા સંભળાયા બાદ ગ્રીષ્માના પરિવારને જરૂર ન્યાય મળી ગયો છે. 12 ફેબ્રુઆરીના રોજ બનેલા આ બનાવ બાદ સમગ્ર રાજ્યમાં લોકોની એક જ માગ હતી કે આ યુવકને એવી સખત સજા થાય કે આ પછી કોઇ આવી હરકત કરવાની હિંમત ન કરી શકે. 
Tags :
CMOGujaratgrishmamurdercaseGujaratFirstHarshSanghvihomeminstrygujratsuratcase
Next Article