Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

LPG પરવાનામાંથી ડિલર્સને મુક્તિ આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય

બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ માહિતી આપી હતી કે એલપીજી ગેસ સિલીન્ડરના પરવાનામાંથી ડિલરોને મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આઝાદીનો અમૃત મહોત્સવ યાદગાર બની રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે કોઇ અધિકારી હવે તાત્કાલીક પરવાના રદ નહી કરી શકે. અગાઉ એલપીજી ગેસના વેચાણ માટે પરàª
lpg પરવાનામાંથી ડિલર્સને મુક્તિ આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય
બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ માહિતી આપી હતી કે એલપીજી ગેસ સિલીન્ડરના પરવાનામાંથી ડિલરોને મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આઝાદીનો અમૃત મહોત્સવ યાદગાર બની રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. 
તેમણે કહ્યું કે કોઇ અધિકારી હવે તાત્કાલીક પરવાના રદ નહી કરી શકે. અગાઉ એલપીજી ગેસના વેચાણ માટે પરવાનાની જરુર હતી અને તેના આધારે ડિલર્સ પોતાના ગ્રાહકોને ગેસ સિલીન્ડર આપતા હતા. જો કોઇ મુશ્કેલી પડે તો પુરવઠા અધિકારીઓ તાત્કાલિક ડીલર્સનો પરવાનો રદ કરી દેતા હતા પણ કેબિનેટમાં લેવાયેલા નિર્ણય મુજબ એલપીજી ગેસ પરવાનામાંથી હવે મુક્તિ આપી દેવાઇ છે. 1981ના કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. 
જીતુ વાઘાણીએ વડાપ્રધાનના આગામી કાર્યક્રમ વિશે પણ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી 28મી તારીખે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી રહ્યા છે. સવારે તેઓ રાજકોટ પહોંચશે અને આટકોટમાં હોસ્પિટલનું લોકાર્પણ કરીને જાહેરસભાને સંબોધન કરશે. ત્યારબાદ બપોરે 12-30 વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ આવશે અને સાંજે 4 વાગ્યા સુધી રાજભવનમાં રોકાણ કરશે. ત્યારબાદ તેઓ 4-30 વાગે મહાત્મા મંદિરમાં સહકાર સંમેલનને સંબોધન કરશે. ત્યારબાદ તેઓ અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે. 
Advertisement
Tags :
Advertisement

.