Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં આજથી 90 દિવસ સુધી મગફળી,મગ,અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ

રાજ્યમાં ખેડૂતો (Farmer) માટે આજથી 90 દિવસ સુધી મગફળી, મગ,અડદ અને સોયાબીનની ટેકાના ભાવે (Support Price) ખરીદીનો પ્રારંભ થયો છે. રાજકોટથી કૃષિમંત્રી રાઘવજી પટેલે ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો. 3.50 લાખ ખેડૂતોને મળશે લાભરાજ્યના 160 કેન્દ્ર પર 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરાશે અને નોંધણી થયેલા ખેડૂતોને SMS અને ટેલિફોનિક જાણ કરાશે. આ અભિયાનથી 3.50 લાખ ખેડૂતોને લાભ થશે.  રાજ્ય સરકાર દ્વારા મગફળીની રૂ.૫૮૫૦, મગ
રાજ્યમાં આજથી 90 દિવસ સુધી મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ
રાજ્યમાં ખેડૂતો (Farmer) માટે આજથી 90 દિવસ સુધી મગફળી, મગ,અડદ અને સોયાબીનની ટેકાના ભાવે (Support Price) ખરીદીનો પ્રારંભ થયો છે. રાજકોટથી કૃષિમંત્રી રાઘવજી પટેલે ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો. 
3.50 લાખ ખેડૂતોને મળશે લાભ
રાજ્યના 160 કેન્દ્ર પર 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરાશે અને નોંધણી થયેલા ખેડૂતોને SMS અને ટેલિફોનિક જાણ કરાશે. આ અભિયાનથી 3.50 લાખ ખેડૂતોને લાભ થશે.  રાજ્ય સરકાર દ્વારા મગફળીની રૂ.૫૮૫૦, મગ રૂ.૭૭૫૫, અડદ રૂ.૬૬૦૦ અને સોયાબિનની રૂ.૪૩૦૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ખરીદી કરાશે
શું કહ્યું કૃષિ મંત્રીએ
આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે સરકાર હંમેશા ખેડૂતો માટે કામ કરતી આવી છે. આજે લાભ પાંચમથી ટેકાના ભાવે ખરીદીની શરુઆત કરવામાં આવી છે. ગુજરાતમાં તમામ સ્થળે ટેકાના ભાવે ખરીદી કરવાની શરુઆત થઇ છે. ખેડૂતોની આવક ડબલ કરવા સરકાર કટિબદ્ધ છે તેમ તેમણે કહ્યું હતું. 
મગફળી, મગ, અડદની ખરીદી 
તેમણે કહ્યું કે ગુજરાટ સરકાર દ્વારા  9.79.000 મે.ટન મગફળી ની ખરીદી કરાશે. ઉપરાંત 9.588 મેં.ટન મગની ખરીદી કરવામાં આવશે અને 23.872 મેં.ટન અડદની ખરીદી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે  81.820 મેં.ટન સોયાબીન ખરીદી કરવામાં આવશે તથા મગફળી 11.070 -  20 કિલોના ભાવે ખરીદી કરવામાં આવશે. 
રાજકોટમાં 81 કેન્દ્રો પર મગફળીની ખરીદી
રાઘવજી પટેલે કહ્યું કે રાજકોટ જીલ્લાના 81 કેન્દ્રો પર આજથી મગફળીની ખરીદી શરુ થશે અને ખેડૂતોને એસએમએ દ્વારા જાણ કરવામાં આવશે કે તમારો વારો ક્યારે આવશે અને ક્યાં વેચાણ કરવામાં આવશે.  ખેડૂતોના ખાતામાં પૈસા સીધા જમા કરાશે. તેમણે એમ પણ કહ્યું કે શિયાળામાં ખેડૂતોને સૌની યોજના મુજબ શિયાળુ પાક માટે પુરતા પ્રમાણમાં પાણી પુરુ પડાશે. જરુર મુજબ ડેમમાંથી પાણી પુરુ પડાશે. 

લસણ-ડુંગળીના ભાવ માટે ચિંતિત
કૃષિ મંત્રીએ વધુમાં કહ્યું કે લસણના ભાવ ખેડૂતો ને પૂરતા પ્રમાણ માં મળે તેમાટે સરકાર ચિંતિત છે. લસણ અને ડુંગળી માટે બંનેના ભાવમાં મોટી ઉથલ પથલ થાય છે, કોઈ સ્કીમ મારફત ઉકેલ આવે તે માટે કેન્દ્ર સરકાર ને પણ ધ્યાન દોર્યું છે. ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ આવે તે દિશામાં ગુજરાત સરકાર પણ ચિંતિત છે.ગુજરાતમાં મગફળી વેચાણ માટે 65800 થી વધુ ખેડૂતો નોંધણી કરાવી છે. 
Advertisement
Tags :
Advertisement

.