ODIસિરીઝમાંથી આ સ્ટાર બોલર થયો બહાર, 6 દિવસમાં નામ પાછું ખેંચાયું!
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શ્રીલંકા વિરુદ્ધ ત્રણ મેચની વનડે સિરીઝથી ભારતીય ટીમમાં પરત ફરવાનો હતો પરંતુ હવે આવું થવુ શક્ય નથી. જસપ્રીત બુમરાહ વનડે સિરીઝથી બહાર થઈ ગયો છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જસપ્રીત બુમરાહને પ્રથમ વનડે સિરીઝની ટીમમાં સ્થાન મળ્યું ન હતુ પરંતુ ફાસ્ટ બોલર 3 જાન્યુઆરીના રોજ વનડે સ્ક્વોડમાં જોડવામાં આવ્યો હતો. પંરતુ હવે આ નિર્ણય અંદાજે 6 મહિના બાદ જ સ
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શ્રીલંકા વિરુદ્ધ ત્રણ મેચની વનડે સિરીઝથી ભારતીય ટીમમાં પરત ફરવાનો હતો પરંતુ હવે આવું થવુ શક્ય નથી. જસપ્રીત બુમરાહ વનડે સિરીઝથી બહાર થઈ ગયો છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જસપ્રીત બુમરાહને પ્રથમ વનડે સિરીઝની ટીમમાં સ્થાન મળ્યું ન હતુ પરંતુ ફાસ્ટ બોલર 3 જાન્યુઆરીના રોજ વનડે સ્ક્વોડમાં જોડવામાં આવ્યો હતો. પંરતુ હવે આ નિર્ણય અંદાજે 6 મહિના બાદ જ સ્કોવોડમાંથી બહાર કરવામાં આવ્યો છે.
Advertisement
ક્રિકબઝના અહેવાલો અનુસાર, બીસીસીઆઈ જસપ્રિત બુમરાહને લઈને કોઈ ઉતાવળ કરવા માંગતું નથી. બુમરાહ ટીમના અન્ય ખેલાડીઓ સાથે ગુવાહાટી પહોંચ્યો નથી. ભારતે ગુવાહાટીમાં જ શ્રીલંકા સામે પ્રથમ વનડે રમવાનું છે.
ફિટ જાહેર થયા છતાં બુમરાહ ટીમની બહાર કેમ?
જસપ્રીત બુમરાહ સપ્ટેમ્બર 2022થી ક્રિકેટના મેદાનથી દૂર છે. તેની પીઠમાં ઈજા થઈ હતી જેના કારણે તે વર્લ્ડ કપ પણ રમી શક્યો ન હતો. આ પછી, તેણે નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેની ફિટનેસ પર કામ કર્યું અને તેને ફિટ પણ જાહેર કરવામાં આવ્યો.એનસીએએ તેને ફિટ જાહેર કર્યા પછી જ ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ તેને શ્રીલંકા સામેની વનડે ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ હવે અચાનક તે તેને વધુ આરામ આપવાની જરૂર છે. નિર્ણય લેવામાં આવ્યો છે.
શું બુમરાહ ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં વાપસી કરશે?
સૂત્રોના જણાવ્યા અનુસાર જસપ્રીત બુમરાહ ન્યૂઝીલેન્ડ સામેની વનડે અને ટી-20 સીરીઝમાં રમતા જોવા મળી શકે છે. આ સિરીઝ 18 જાન્યુઆરીથી શરૂ થશે. આ પછી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમશે. તમને જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહની ફિટનેસ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝ રમવા સિવાય ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ પણ રમવાનો છે. બીજી તરફ જો ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચે છે તો ત્યાં પણ બુમરાહની ભૂમિકા મહત્વની રહેશે.
ભારતની વનડે ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અરશદીપ સિંહ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ