Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ST બસે ઘેટાં-બકરાને મોતને ઘાટ ઉતારી દીધા, બ્રિજ પર લાશોના ઢગલા થયા

કચ્છ(Kutch)ના સુરજબારી બ્રિજ (Surajbari Bridge)પર આજે પુરપાટ ઝડપે આવતી એસ.ટીએ ઘેટાં-બકરાને કચડી નાખ્યાં હતા. જેથી ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 115 જેટલા ઘેટાં-બકરાના મોત થયા હતા. જેને લઈ બ્રિજ પર પશુઓના મૃતદેહોની લાઈનો લાગી હતી. કાળજું કંપાવી દે તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. આ અકસ્માતમાં 25 જેટલા ઘેટાં-બકરાને ઈજા પણ પહોંચી હતી.બસમાં સવાર મુસાફરો પણ અટવાયાકચ્છના પ્રવેશદ્વાર સુરજબારી બà
02:42 PM Oct 29, 2022 IST | Vipul Pandya
કચ્છ(Kutch)ના સુરજબારી બ્રિજ (Surajbari Bridge)પર આજે પુરપાટ ઝડપે આવતી એસ.ટીએ ઘેટાં-બકરાને કચડી નાખ્યાં હતા. જેથી ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 115 જેટલા ઘેટાં-બકરાના મોત થયા હતા. જેને લઈ બ્રિજ પર પશુઓના મૃતદેહોની લાઈનો લાગી હતી. કાળજું કંપાવી દે તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. આ અકસ્માતમાં 25 જેટલા ઘેટાં-બકરાને ઈજા પણ પહોંચી હતી.
બસમાં સવાર મુસાફરો પણ અટવાયા
કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી બ્રિજ પાસે આજે સવારે એસ.ટી બસે અનેક ઘેટાં-બકરાને અડફેટે લેતા ગંભીર અકસ્માત થયો હતો. કચ્છ તરફ પુરઝડપે આવતી ગુર્જર નગરી એસટી બસ માર્ગ ઓળંગવા ઉભા રહેલા ઘેટાં-બકરાંના ઘણ ઉપર ફરી વળી હતી. જેથી બસ તળે કચડાઈ જવાથી 115 જેટલા પશુનાં કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં. જ્યારે 25 ઘેટાં-બકરાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.આ બનાવના પગલે માલધારી સમાજના આગેવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને અસરગ્રસ્ત માલધારીને મદદરૂપ બન્યા હતા. જોકે, અકસ્માતની ઘટનાથી માલધારીને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે. બનાવના પગલે બસમાં સવાર મુસાફરો પણ અટવાઇ પડતા હલાકીમાં મુકાયા હતા.
અનેક  ઘેટાં-બકરાને ગંભીર ઈજાઓ પહોંચી
આ અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ, ભચાઉ તાલુકાના વામકા ગામના માલધારી વિશા બધા રબારી ઘેટાં-બકરા સાથે માળિયા તરફ જવા નીકળ્યા હતા. દરમિયાન સુરજબારી બ્રિજ પાસે સવાર પડતાં તેઓ સામે તરફના માર્ગે પહોંચવા ટ્રાફિક ઘટવાની રાહ જોઇને ઉભા હતા. તે જ સમયે મોરબી તરફથી આવતી એસટી બસ નંબર (GJ18 Z 8031) જાંબુવા-દાહોદ-ભુજ વાળી ઘેટાં-બકરાના ઘણ ઉપર ફરી વળી હતી અને અબોલ જીવોને કચડી નાખ્યા હતા.
Tags :
GujaratFirstKutchSTbuskillsSurajbariBridge
Next Article