ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શ્રીકાંત ત્યાગીના બદલાયા સૂર, કહ્યું- તે મારી બહેન જેવી છે

મહિલાઓનું સમ્માન કરવું આપણને નાના હોઇએ ત્યારથી જ સમજાવવામાં આવે છે. પરંતુ ઘણા આજે પણ એવા લોકો છે કે જે પોતાને સર્વશક્તિમાન સમજી નારીનું અપમાન કરતા હોઇએ છીએ. તાજેતરમાં એક મહિલાનું અપમાન કરતા શ્રીકાંત ત્યાગી ચર્ચામાં છે. જેણે એક મહિલા સાથે જાહેરમાં ગેરવર્તણૂક કરી હતી. જોકે, આ સમગ્ર મામલો જ્યારે સોશિયલ મીડિયામાં આવ્યો ત્યારે તંત્ર પણ હરકતમાં આવ્યું અને એક્શન શરૂ થઇ. હવે પરિસ્થિતિ
03:43 AM Aug 10, 2022 IST | Vipul Pandya
મહિલાઓનું સમ્માન કરવું આપણને નાના હોઇએ ત્યારથી જ સમજાવવામાં આવે છે. પરંતુ ઘણા આજે પણ એવા લોકો છે કે જે પોતાને સર્વશક્તિમાન સમજી નારીનું અપમાન કરતા હોઇએ છીએ. તાજેતરમાં એક મહિલાનું અપમાન કરતા શ્રીકાંત ત્યાગી ચર્ચામાં છે. જેણે એક મહિલા સાથે જાહેરમાં ગેરવર્તણૂક કરી હતી. જોકે, આ સમગ્ર મામલો જ્યારે સોશિયલ મીડિયામાં આવ્યો ત્યારે તંત્ર પણ હરકતમાં આવ્યું અને એક્શન શરૂ થઇ. હવે પરિસ્થિતિ એવી આવી છે કે, જે મહિલાનું શ્રીકાંત ત્યાગીએ અપમાન કર્યું હતું તે હવે તેને બહેન માની રહ્યો છે. 
વાત જાણીને નવાઇ જરૂર લાગશે પરંતુ આ સત્ય છે. જે પૈસાની કે રાજનીતિક પીઢબળના દમ પર લોકોને ધમકાવવાનો શ્રીકાંત ત્યાગી પ્રયત્ન કરી રહ્યો હતો તે હવે પરિસ્થિતિ બદલાતા નરમ પડી ગયો છે. મંગળવારે શ્રીકાંત ત્યાગીની ધરપકડ કરવામાં આવી છે. સમયની માગ કે પછી પોતાનો બચાવ શ્રીકાંત ત્યાગી આખરે નરમ પડ્યો અને જે મહિલા સાથે દુર્વ્યવહાર કર્યું હતું તેને તેણે પોતાની બહેન બતાવી છે. તેટલું જ નહીં તેણે વધુમાં કહ્યું કે, તેને "રાજકીય રીતે ખતમ" કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. ત્યાગીએ આ વાત ત્યારે કહી જ્યારે તેને મંગળવારે કોર્ટમાંથી પરત લાવવામાં આવી રહ્યો હતો. મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું કે, જે થયું તેનો તેને પસ્તાવો છે. તે મહિલા તેની બહેન જેવી છે. આ મામલો રાજકીય છે અને મને રાજકીય રીતે નીચે લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બીજી તરફ નોઈડાની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં એક મહિલા સાથે મારપીટ અને દુર્વ્યવહારના કેસમાં સૂરજપુર કોર્ટે ત્યાગીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. 

મહત્વનું છે કે, શ્રીકાંત ત્યાગી સાથે હાજર અન્ય 4 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ શ્રીકાંત ત્યાગીને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રદીપ કુમાર કુશવાહાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહીં તેને પોતાની ભૂલનો પસ્તાવો થઈ રહ્યો હતો. શ્રીકાંત ત્યાગીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. શ્રીકાંત ત્યાગીએ કોર્ટમાં કહ્યું કે તે આક્રમક બની ગયો હતો. તેને આ વાતનો અફસોસ છે. 
ઉલ્લેખનીય છે કે, યુપીના નોઈડાની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં એક મહિલા સાથે અશ્લીલતા, દુર્વ્યવહાર અને ધક્કો મારવાના આરોપી શ્રીકાંત ત્યાગીની ધરપકડ બાદ નરમાઈ જોવા મળી રહી છે. જે બતાવે છે કે, ત્યાગીએ જે કર્યું તેને તે પોતાની મોટી ભૂલ સમજી ગયો છે. હવે જ્યારે તેણે તે મહિલાને પોતાની બહેન જેવી માની છે ત્યારે જોવાનું રહેશે કે તે માફી માગે છે કે કેમ?
આ પણ વાંચો - નોઈડામાં મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરનાર શ્રીકાંત ત્યાગીને 14 દિવસની જેલ, આરોપીને પકડનાર ટીમને 3 લાખનું ઈનામ
Tags :
GujaratFirstPoliticallyDecimateShrikantTyagisister
Next Article